તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
સોશિયલ મીડિયા પર ફેક પોસ્ટ વિવાદમાં ભાજપના ગૌરવ ભાટિયાનો આક્રમક પલટવાર: CJP નેતાઓ સામે દિલ્હી હાઈકોર્ટમાં ૨ કરોડનો માનહાનિનો દાવો
AI જનરેટેડ ગ્રાફિકથી પ્રચાર ફેલાવવાનો ગંભીર આરોપ: 'પોસ્ટ ડિલીટ કરવાથી બચી શકાશે નહીં, હવે કોર્ટમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે'

નવી દિલ્હી : ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને વરિષ્ઠ એડવોકેટ ગૌરવ ભાટિયા અને કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શરૂ થયેલો વિવાદ હવે દેશની અદાલતના દરવાજે પહોંચ્યો છે. ભાજપ નેતા ગૌરવ ભાટિયાએ CJP ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકા સામે સનસનાટીભર્યો રૂ. ૨ કરોડનો માનહાનિનો દાવો ઠોકી દઈને દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વિવાદિત અને કથિત રીતે ફેક પોસ્ટ શેર કરવા બદલ કાનૂની કાર્યવાહી કરતાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે કાયદાની સીમા રેખા તોડનારાઓને હવે અદાલતમાં જવાબ આપવો પડશે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ૫ સપ્ટેમ્બરના રોજ થઈ હતી, જ્યારે CJP નેતા સૌરવ દાસે સોશિયલ મીડિયા પર ગૌરવ ભાટિયાનો ફોટો ધરાવતું એક ગ્રાફિક પોસ્ટ કર્યું હતું. આ ગ્રાફિકમાં ભાટિયાના નામે એક વિવાદિત નિવેદન લખવામાં આવ્યું હતું, જે સ્વતંત્ર ભારદ્વાજ નામના વ્યક્તિ અંગેનું હતું. ત્યારબાદ CJP નેતા આશુતોષ રંકાએ પણ આ જ સામગ્રી શેર કરી હતી. ભાટિયાએ આ ગ્રાફિકને તદ્દન ફેક અને નકલી ગણાવીને બંને નેતાઓને ૨૪ કલાકમાં પોસ્ટ હટાવી બિનશરતી માફી માંગવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. દાસે પાછળથી સ્વીકાર્યું હતું કે આ વિવાદિત પોસ્ટ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેકનોલોજી દ્વારા જનરેટ કરવામાં આવી હોઈ શકે છે.
ભાટિયાના કડક વલણ બાદ CJP નેતા સૌરવ દાસે માત્ર ૮૩ મિનિટમાં જ વિવાદિત પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, પરંતુ તેમણે માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ બાબતથી નારાજ થઈને ગૌરવ ભાટિયાએ કાનૂની દાવો કરવાનો નિર્ણય કર્યો હતો. ભાટિયાએ જણાવ્યું કે, "તમે ફેક પ્રચાર ફેલાવીને માત્ર પોસ્ટ ડિલીટ કરીને બચી શકતા નથી. કોઈ સોશિયલ મીડિયા ટ્રાયલ નહીં કે શબ્દોનું યુદ્ધ નહીં, હવે ફક્ત તથ્યો અને કાયદાના શાસન આધારે હાઈકોર્ટમાં જ સત્યનો ફેસલો થશે." આ મામલાની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
