<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બોર્ડ મીટિંગ ડિવિડન્ડની જાહેરાત થવાની શક્યતા

મુંબઈ: દેશની સૌથી મોટી અને અગ્રણી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઇના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આજે ૮ મેના રોજ મુંબઈ ખાતે એક અતિ મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. 

 

આ હાઈ-પ્રોફાઈલ મીટિંગમાં બેંકના નાણાકીય વર્ષ ૨૦૨૬ના અંતિમ ત્રિમાસિક ગાળાના પરિણામો અને સંપૂર્ણ વર્ષના નાણાકીય લેખાજોખાને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવશે. શેરબજારના તમામ મોટા રોકાણકારો અને આર્થિક નિષ્ણાતોની નજર આ બેઠક પર ટકેલી છે, કારણ કે બેંક દ્વારા પોતાના શેરધારકો માટે ખૂબ જ આકર્ષક ડિવિડન્ડની પણ મોટી જાહેરાત થઈ શકે છે. 

 

એસબીઆઇના સારા ત્રિમાસિક પરિણામોની ઊંચી અપેક્ષાને પગલે છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય શેરબજારમાં બેંકિંગ શેરોમાં ખૂબ જ સકારાત્મક અને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(9:38 AM IST)