News of Friday, 29th May 2026
પટનાના ઉમાનાથ ગંગા ઘાટ પર હોડી પલટી ગઈ: 5 લોકોને બચાવી લેવાયા :6 લોકો હજુ લાપતા: 2 લોકોના મૃતદેહ મળ્યા
ઉમાનાથ ઘાટથી દિયારા વિસ્તાર તરફ જઈ રહેલી એક હોડી અચાનક ગંગા નદીમાં ડૂબી ગઈ

બિહારના બાઢ જિલ્લાના ઉમાનાથ ગંગા ઘાટ પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉમાનાથ ઘાટથી દિયારા વિસ્તાર તરફ જઈ રહેલી એક હોડી અચાનક ગંગા નદીમાં ડૂબી ગઈ હતી. આજે વહેલી સવારે લોકો ખેતીકામ કે અન્ય કામ અર્થે ઉમાનાથ ગંગા ઘાટ પરથી હોડીમાં સવાર થઈને દિયારા વિસ્તાર તરફ જવા નીકળ્યા હતા. હોડી હજુ નદીની વચ્ચે પહોંચી જ હતી કે અચાનક સંતુલન બગડવાના કારણે તે પલટી ગઈ. હોડી પર સવાર તમામ 14 લોકો ગંગા નદીના પાણીમાં ડૂબવા લાગ્યા.
સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. પોલીસ કાફલા સાથે ઉમાનાથ ગંગા ઘાટ પર પહોંચી ગયા હતા. અત્યાર સુધીમાં 7 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે, જ્યારે 2 લોકોના મોત થયા છે. તેમના મૃતદેહ પણ મળી આવ્યા છે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
