<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

વાજતે-ગાજતે જાન લઈને વરરાજો પરણવા પહોંચ્‍યોઃ મંડપમાં જતાં જ દુલ્‍હને પાડી દીધી લગ્નની ના

પંજાબના ફિરોજપુરથી નવાઈ પમાડે એવી ઘટના સામે આવી : દુલ્‍હને આરોપ લગાવ્‍યો કે લગ્ન નક્કી કરતી વખતે તેને કોઈ અન્‍ય યુવકનો ફોટો બતાવવામાં આવ્‍યો હતો

ફિરોજપુર તા.૧૯: પંજાબના ફિરોજપુરથી નવાઈ પમાડે એવી ઘટના સામે આવી છે. ગુરુહરસહાય વિસ્‍તારના ગામ ટીટૂ ખેરામાં દુલ્‍હને દુલ્‍હાને જોતા જ લગ્નથી ઇનકાર કરી દીધો હતો. દુલ્‍હનનું કહેવું હતું કે, મંડપમાં જે યુવકને વરરાજાના રૂપે બેસાડવામાં આવ્‍યો, તે એ છોકરાથી અલગ હતો જેનો ફોટો તેને લગ્ન માટે બતાવવામાં આવ્‍યો હતો. જાણકારી અનુસાર રાજસ્‍થાનના છતરગઢથી જાન ગામ ટીટૂ ખેરા પહોંચી હતી. બંને પરિવારની સહમતિથી સંબંધ નક્કી થયો હતો અને લગ્નની તૈયારીઓ કરવામાં આવી હતી. જાન પહોંચ્‍યા પછી લગ્નની વિધિ શરૂ થવાની હતી.

આ દરમિયાન જ્‍યારે દુલ્‍હને વરરાજાનો ચહેરો જોયો તો તેણે લગ્ન કરવાની સ્‍પષ્ટ ના પાડી દીધી. ત્‍યારબાદ લગ્નનો માહોલ અચાનક બદલાઈ ગયો. બંને પક્ષો વચ્‍ચે વાતચીત શરૂ થઈ અને લગ્નની વિધિઓ રોકી દેવામાં આવી. દુલ્‍હને આરોપ લગાવ્‍યો કે લગ્ન નક્કી કરતી વખતે તેને કોઈ અન્‍ય યુવકનો ફોટો બતાવવામાં આવ્‍યો હતો. તેનું કહેવું છે કે જે યુવકનો ફોટો તેને બતાવવામાં આવ્‍યો હતો, તેના બદલે મંડપમાં વરરાજા તરીકે કોઈ અન્‍ય વ્‍યક્‍તિ હાજર હતી.

દુલ્‍હનના આ આરોપ બાદ તેણે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. ફેરા શરૂ થાય તે પહેલાં જ સમગ્ર કાર્યક્રમ અટકાવી દેવામાં આવ્‍યો. ત્‍યારબાદ રાજસ્‍થાનથી આવેલી જાનને લગ્ન કર્યા વિના જ પરત ફરવું પડ્‍યું. બીજી તરફ રાજસ્‍થાનથી આવેલા વરરાજા અને તેના પરિવારનું કહેવું દુલ્‍હનના આરોપોથી અલગ હતું. વરરાજા અને તેના પરિવારનું કહેવું છે કે આ સંબંધ બંને પરિવારોની સંમતિથી નક્કી થયો હતો.

વરરાજાનું કહેવું છે કે લગ્ન પહેલાં મોબાઇલ ફોન પર બંને પક્ષો વચ્‍ચે વાતચીત પણ થતી રહી હતી. તેમનું કહેવું છે કે સંબંધ નક્કી થવાથી લઈને લગ્ન સુધી બંને પરિવારો વચ્‍ચે સતત વાતચીત થતી રહી હતી અને બધું સંમતિથી થયું હતું. વરરાજાના નાના મહેન્‍દ્ર સિહે પણ આ મામલે પોતાની વાત રજૂ કરી હતી. તેમનું કહેવું છે કે વરરાજાના ફોટા વચેટિયાઓ અને યુવતીની માતા તરફથી જ આપવામાં આવ્‍યા હતા.

મહેન્‍દ્ર સિહના જણાવ્‍યા અનુસાર, સંબંધ નક્કી કરવાની પ્રક્રિયામાં ફોટા આ જ લોકો તરફથી ઉપલબ્‍ધ કરાવવામાં આવ્‍યા હતા. લગ્નના મંડપમાં દુલ્‍હનના ઇનકાર બાદ બંને પક્ષો વચ્‍ચે વિવાદની સ્‍થિતિ સર્જાઈ હતી. આ સમગ્ર મામલે દુલ્‍હને પોતાની તરફથી આરોપ લગાવ્‍યા હતા, જ્‍યારે વરરાજાનું કહેવું હતું કે લગ્ન બંને પરિવારોની સંમતિથી નક્કી થયા હતા. બંને પક્ષોના નિવેદનો સામે આવ્‍યા બાદ મામલે અલગ-અલગ વાતો સામે આવી હતી.

લગ્નના મંડપમાં દુલ્‍હનના અચાનક ઇનકાર બાદ મામલો પોલીસ સુધી પણ પહોંચ્‍યો હતો. પોલીસે બંને પક્ષોની વાત સાંભળી અને સમગ્ર ઘટનાક્રમની માહિતી મેળવી હતી. ડીએસપી ગુરુહરસહાય તેજિન્‍દરપાલ સિહે જણાવ્‍યું કે પોલીસને બે દિવસ પહેલા વરરાજાના પરિવાર તરફથી ફરિયાદ મળી હતી. ત્‍યારબાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી.

ડીએસપીના જણાવ્‍યા અનુસાર, બંને પક્ષો પોલીસ સમક્ષ પોતાની-પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. પોલીસે બંને પક્ષોના નિવેદનો નોંધ્‍યા અને મામલાને સમજવાનો પ્રયાસ કર્યો. ડીએસપી તેજિન્‍દરપાલ સિહે જણાવ્‍યું કે બાદમાં બંને પક્ષોએ મામલો પરસ્‍પર ઉકેલી લીધો હતો. ત્‍યારબાદ આ મામલો આગળ વધ્‍યો નહોતો.

આ સમગ્ર ઘટનાક્રમમાં લગ્નની વિધિઓ પૂર્ણ થઈ શકી નહોતી. રાજસ્‍થાનના છતરગઢથી આવેલી જાનને દુલ્‍હન વિના જ પરત ફરવું પડ્‍યું. ગામ ટીટુ ખેડામાં લગ્ન માટે સજાવવામાં આવેલો મંડપ ત્‍યારે ચર્ચામાં આવ્‍યો, જ્‍યારે દુલ્‍હને વરરાજાનો ચહેરો જોયા બાદ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. દુલ્‍હનનું કહેવું હતું કે લગ્ન માટે તેને કોઈ અન્‍ય યુવકનો ફોટો બતાવવામાં આવ્‍યો હતો.

બીજી તરફ વરરાજા અને તેના પરિવારનું કહેવું હતું કે સંબંધ બંને પરિવારોની સંમતિથી નક્કી થયો હતો અને લગ્ન પહેલાં મોબાઇલ ફોન પર વાતચીત પણ થતી રહી હતી. પોલીસે બંને પક્ષોની વાત સાંભળી અને બાદમાં બંને પરિવારે મામલો પરસ્‍પર ઉકેલી લીધો હતો.

(9:54 AM IST)