News of Thursday, 1st October 2026
ભાઈ ભાઈઃ એક ગાય માટે ૧ કરોડનો બંગલો બનાવી રહ્યા છે ગૌ પ્રેમી
ગાય રાધા ૨૪ લાખના તો દાગીના પહેરે, સવાર-સાંજ આરતી થાય

જાલૌર તા.૧: આખા દેશમાં લોકો ગાયને પૂજે છે. શ્રદ્ધા ભાવથી તેને પાળે છે. મનોકામના પૂર્તિ માટે પણ પાળતા હોય છે. હિન્દુ ધર્મગ્રંથોમાં માન્યતા છે કે ગાયના શરીરમાં ૩૩ કોટિ દેવી-દેવતાઓનો વાસ હોય છે. એટલા માટે સવાર-સવારમાં તેના દર્શન શુભ માનવામાં આવે છે. ગાયને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. દેશમાં એવા કેટલાય પરિવાર છે, જેમના ઘરમાં ગાય આવતા જ સૂતેલું ભાગ્ય જાગી જાય છે. આર્થિક તંગી દૂર થઈ જાય છે. રાજસ્થાનમાં તો એક પરિવારે પોતાની પાલતૂ ગાય માટે ૧ કરોડનો બંગલો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, ગાય રાધા ૧૦ કિલોના તો દાગીના પહેરે છે.
ગાયને પહેલી રોટલી ખવડાવવાની પરંપરા આખા દેશમાં છે. ગાયને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. રાજસ્થાનના બિઝનેસમેન નરેન્દ્ર રાજપુરોહિત તો એક કરોડનો બંગલો પોતાની પાલતૂ ગાય રાધા માટે બનાવી રહ્યા છે. રાધા મહેલ બે માળનો આલિશાન બંગલો હશે. આરસનું ફર્શ, આકર્ષક ડિઝાઈન અને દરેક સુખ-સુવિધાથી સજ્જ હશે. નરેન્દ્રના ખુદના ઘરથી સવા ફુટ ઉંચું હશે. રાધાની સેવામાં ચાર લોકો તૈનાત રહેશે. સવાર-સાંજ રાધાની આરતી ઉતારવામાં આવે છે. રાધા દેશી ઘીના લાડ્ડુ ખાય છે. ૧૦ કિલોના ચાંદીના આભૂષણ પહેરે છે. પુરોહિત રાધાને પોતાના પરિવારની સૌથી સન્માનિત સભ્ય માને છે. રાધા પ્રત્યે આટલી અતૂટ ભક્તિ પાછળ શું છે કારણ? આવો જાણીએ.
રાજસ્થાનના જાલૌર જિલ્લાના રાનીવાડા વિસ્તારના ધાનૌલ ગામ હંમેશા ચર્ચામાં રહે છે. આ ગામમાં ગાય રાધા માટે એક કરોડના ખર્ચે રાધા મહેલ બની રહ્યો છે. રાધા મહેલને બિઝનેસમેન નરેન્દ્ર પુરોહિત બનાવી રહ્યા છે. ગૌસેવક નરેન્દ્ર પુરોહિત મુંબઈમાં પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા છે. રેલવેમાં કોન્ટ્રાક્ટર છે. ઈલેક્ટ્રિક સ્કૂટરનો પણ બિઝનેસ છે. તે પ્રેમથી ગાયને રાધા મૈયા કહીને બોલાવે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે રાધા તેમના ઘરથી સવા ફુટ ઉંચું બનાવી રહ્યા છે. આરસનું ફર્શ હશે. આકર્ષક ડિઝાઈન અને દરેક સુખ-સુવિધાથી સજ્જ હશે.
રાધા જ્યારે બે વર્ષની હતી, ત્યારે નરેન્દ્ર પુરોહિત તેને પથમેડા ગૌશાળામાંથી બેન્ડવાજા સાથે ઘરે લઈને આવ્યા હતા. આ વાત ૨૦૧૫ની છે. રાધાએ ઘરમાં આવતા જ નસીબ બદલી નાખ્યું. ખાલી ૧૫૦૦ રૂપિયાની નોકરી કરનારા પુરોહિતના બિઝનેસમાં વધારો થયો. પછી તેઓ રાધાના ભક્ત થઈ ગયા. નરેન્દ્ર મુંબઈમાં કોન્ટ્રાક્ટર છે. ઈલેક્ટ્રિક સ્કૂટરનો પણ બિઝનેસ છે. રાધાની રોજ સવાર-સાંજ આરતી ઉતારે છે. રાધાના દર્શન કર્યા વિના આખો પરિવાર ખાવાનું પણ ખાતો નથી. નરેન્દ્ર જ્યારે મુંબઈમાં રહે છે તો સીસીટીવીમાં ઘણી વાર રાધાના દર્શન કરે છે. મહિનામાં ચાર દિવસ ગામડે આવે છે અને રાધાની સેવા કરે છે.
આમ તો નરેન્દ્ર પાસે લગભગ ૨૫ જેટલી ગાયો છે, પણ રાધા સૌથી ખાસ છે. રાધા કાંકરેજ નસલની ગાય છે. તેમનું માનવું છે કે રાધાના ઘરમાં આવ્યા બાદ તેમના ઘરે સુખનો સૂરજ ઉગ્યો. નરેન્દ્ર કન્સ્ટ્રક્શન કંપની પણ ચલાવે છે. રાધાનો રહેણીકહેણી એકદમ શાહી અંદાજ છે. દર મહિનાની આઠમ, ધાર્મિક આયોજન અને તહેવારમાં રાધાને શણગારવામાં આવે છે. લગભગ ૧૦ કિલોના આભૂષણ પહેરાવે છે. ગળામાં કંઠી, માથા પર ચાંદીના આભૂષણ અને ચુંદડીથી શાહી રૂપ આપવામાં આવે છે.
નરેન્દ્ર કહે છે કે હું રાધાને માની જેમ માનું છું. જ્યારે મુંબઈમાં રહું છું તો દૂરથી દર્શન કર્યા બાદ ખાવાનું ખાવ છું. રાધા માટે ઘરની સામે ૨૦૦ ગજની જમીન પર ૧ કરોડનો બંગલો બનાવી રહ્યો છું. બે માળની ઈમારતમાં પહેલો માળ રાધા માટે છે. બીજા ફલોર પર પૂજા-પાઠ, સાધુ-સંતોનો આવાસ રહેશે. મહિનામાં ચાર વાર મુંબઈથી ગામડે આવું છું. દર મહિનાની અષ્ટમીના રોજ રાધાની ખાસ પૂજા થાય છે. દાગીના પહેરાવવામાં આવે છે. વર્ષ ૨૦૨૧માં રાધાના નંદી સાથે પ્રતિકાત્મક લગ્ન પણ કરાવ્યા હતા. આખું ગામ જાનૈયા બન્યું હતું. રાધા દેશી ઘીમાંથી બનાવેલી લાપસી અને લાડુ ખાય છે. ગાયો પ્રત્યે આ પરિવારનો આટલો પ્રેમ છે કે ગૌશાળામાં દર વર્ષે લાખો રૂપિયાનું દાન આપે છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
