News of Friday, 26th June 2026
બુલિયન માર્કેટમાં મંદીને બ્રેકઃ ચાંદીમાં ૪,૦૦૦ અને સોનામાં ૧,૦૦૦ રૂા.નો ઉછાળો
ચાંદી ૧ કિલોના ભાવ વધીને ૨,૨૩,૦૦૦ અને સોનાના ભાવ ૧,૪૫,૦૦૦ રૂા. થયા

રાજકોટ તા.૨૬: બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં સતત ત્રણ દિ' ગાબડા પડયા બાદ આજે મંદીની બ્રેક લાગી છે. ચાંદીમાં ૪,૦૦૦ રૂા. અને સોનામાં ૧,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે.
બુલિયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૪,૦૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૨,૧૯,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૨,૨૩,૦૦૦ રૂા. થયા છે. છેલ્લા ત્રણ દિવસથી ચાંદીમાં ૨૦,૦૦૦ રૂા.નું ગાબડુ પડયા બાદ આજે ભાવમાં વધારો થયો હતો.
ચાંદીની સાથે સોનામાં પણ ૧,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. બુલિયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૧,૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૪,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૪૫,૦૦૦ રૂા. થયા છે. છેલ્લા ત્રણ દિ'માં સોનામાં ૭,૦૦૦ રૂા.નો નોંધપાત્ર ભાવ ઘટાડા બાદ આજે ફરી ભાવવધારો થયો હતો.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
