<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

દિલ્‍હીમાં વિરોધ પ્રદર્શનોથી ધંધા પર અસર, વેપારીઓમાં ગુસ્‍સો

વેપારીઓએ વડાપ્રધાન, ગૃહમંત્રી અને દિલ્‍હી પોલીસને પત્ર લખીને વિરોધ પ્રદર્શનો પર નારાજગી વ્‍યક્‍ત કરી

નવી દિલ્‍હી તા.૧૭: CJP ના વિરોધ પ્રદર્શનોને કારણે દિલ્‍હીને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. CJP એ શુક્રવારે દિલ્‍હીના હૃદય કનોટ પ્‍લેસ ખાતે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી, જેના કારણે ત્‍યાં કફર્યુ જેવી પરિસ્‍થિતિ સર્જાઈ. તહેવારોની મોસમ હોવા છતાં, કનોટ પ્‍લેસમાં શુક્રવારે બપોરે ગ્રાહકોનો ટ્રાફિક નોંધપાત્ર રીતે ઓછો જોવા મળ્‍યો.

દુકાનો ખુલ્‍લી હતી, પરંતુ વિરોધ પ્રદર્શનો અને ભારે પોલીસ બંદોબસ્‍તને કારણે ગ્રાહકોના ટ્રાફિક પર અસર પડી. દુકાનદારો અને વિક્રેતાઓ આ પીક સિઝન દરમિયાન વ્‍યવસાય અંગે ચિંતિત છે.

સપ્તાહના અંતે સામાન્‍ય રીતે વેચાણનો હિસ્‍સો ૮૦-૯૦ ટકા હોય છે. વેંગર્સના પ્રતિનિધિએ જણાવ્‍યું હતું કે હાલમાં, સામાન્‍ય ગ્રાહકોના ૧૦ ટકા પણ જોવા મળતા નથી. ગુજરાતની એક મહિલા વિક્રેતા, જે દર વર્ષે પરંપરાગત ઉત્‍પાદનો વેચવા આવે છે, તેણે કહ્યું કે તેના પરિવારે તેને આ વખતે ન આવવાની સલાહ આપી હતી, પરંતુ તે હજુ પણ આવી, પરંતુ ગ્રાહકો નહિવત છે.

કનોટ પ્‍લેસ, ખાન માર્કેટ અને જૂની દિલ્‍હીના અનેક બજારોના વેપારીઓએ વારંવાર થતા વિરોધ પ્રદર્શનો પ્રત્‍યે નારાજગી વ્‍યક્‍ત કરી છે. તેમણે આરોપ લગાવ્‍યો છે કે રસ્‍તા બંધ થવા અને અવરજવર પર પ્રતિબંધોને કારણે વેચાણમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે.

વેપારીઓએ વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને દિલ્‍હી પોલીસને પત્ર લખીને માંગ કરી છે કે વિરોધ પ્રદર્શનોને મુખ્‍ય વ્‍યાપારી વિસ્‍તારોથી દૂર રાખવામાં આવે. અનેક વેપાર સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. કોર્ટે આ મામલે ૨૬ ઓક્‍ટોબરે સુનાવણી નક્કી કરી છે.

નવી દિલ્‍હી ટ્રેડર્સ એસોસિએશન (NDTA) એ ગુરુવારે રાત્રે એક અપીલ જારી કરી હતી, જેમાં કહેવામાં આવ્‍યું હતું કે તેઓ વિરોધ કરવાના તમારા અધિકારનો આદર કરે છે, પરંતુ કનોટ પ્‍લેસ તમારું પ્‍લેટફોર્મ નથી; તે અમારું કાર્યસ્‍થળ છે. એસોસિએશનના પોસ્‍ટરમાં લખ્‍યું હતું કે, તમે સારા આવતીકાલ માટે વિરોધ કરો; અમારા આજનો નાશ ન કરો.

NDTA ના પ્રમુખ અતુલ ભાર્ગવે જણાવ્‍યું હતું કે ઘ્‍થ્‍ભ્‍ ના ૅત્રિરંગો ફરકાવવોૅ કાર્યક્રમ પછી, ઇન્‍ડિયા બ્‍લોક ખાતે બીજા વિરોધ પ્રદર્શને મુશ્‍કેલીઓમાં વધારો કર્યો છે. અમારે ભાડું, સ્‍ટાફના પગાર અને મિલકત કર ચૂકવવા પડશે. અમને ભારે નુકસાન થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે કનોટ પ્‍લેસ ઉત્તર અને દક્ષિણ દિલ્‍હીને જોડતું એક મુખ્‍ય કેન્‍દ્ર છે, તેથી વિરોધીઓએ નિયુક્‍ત સ્‍થળોનો ઉપયોગ કરવો જોઈએ.

ખાન માર્કેટ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ સંજીવ મહેરાએ જણાવ્‍યું હતું કે નિઝામુદ્દીન, ઇન્‍ડિયા હેબિટેટ સેન્‍ટર, સફદરજંગ અને રેસકોર્સના તમામ પ્રવેશ બિદુઓ બંધ કરી દેવામાં આવ્‍યા છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે સંકેત આપ્‍યો હતો કે જો વેપારીઓના વ્‍યવસાયો તિરંગા યાત્રાથી ગેરકાયદેસર રીતે પ્રભાવિત થયા હોવાનું જાણવા મળે તો તેઓ વળતર મેળવી શકે છે.

દિલ્‍હી ટ્રેડ ફેડરેશનના ઉપપ્રમુખ રાજેન્‍દ્ર કપૂરે પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં લખ્‍યું છે કે સદર બજાર, ચાંદની ચોક, ખારી બાઓલી અને ભગીરથ પેલેસ જેવા બજારો દેશભરના ખરીદદારોને સેવા આપે છે.(૩૮.૪)

(9:48 AM IST)