<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

CBDT દ્વારા ITએક્‍ટની કલમ ૬૮ થી 69Dનો એક સમાન અમલ માટે સૂચના

કર આકારણીમાં એકરૂપતા રહે અને કર વિવાદમાં ઘટાડો થશે : કરદાતાઓએ દરેક ક્રેડિટ, રોકાણ અને ખર્ચ પુરાવા સાથે સમજાવવા જરૂરી

નવી દિલ્‍હી,તા.૧: સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સિસ (સીબીડીટી) દ્વારા ઇન્‍કમટેક્‍સ એક્‍ટની કલમ ૬૮ અને ૬૯ Dનોએક સમાન અમલ કરવા માટે ફિલ્‍ડ ફોર્મેશનને આદેશ આપવામાં આવ્‍યો છે.

સીએજી દ્વારા કેટલાક નિર્દેશ કરાયા બાદ આ આદેશ આપવામાં આવ્‍યો હોવાનું ટેક્‍સ એડવોકેટ ભાસ્‍કર પટેલે જણાવ્‍યું હતું.

આ આદેશના પગલે હવે કરદાતાઓએ પણ તેમના હિસાબોમાં દર્શાવવામાં આવેલી ક્રેડિટ, રોકાણ અને ખર્ચના દસ્‍તાવેજી પુરાવા સાથે સમજાવી શકાય તેવી રીતે આઇટીઆરમાં ઉલ્‍લેખ કરવો પડશે. ઉપરોક્‍ત કલમના એક સમાન અમલના પગલે ઓછી આકારણીને અટકાવી શકાશે અને કર વસૂલાતમાં સુધારો થશે. પ્રિન્‍સિપાલ ચીફ કમિશનરોને અધિકારીઓ માટે તાલીમ વર્કશોપ યોજવા માટે પણ જણાવ્‍યું છે.

કરદાતાઓએ શું સાવધાની રાખવી પડશે ?

(૧) કરદાતા પાસે મોટી રોકડ જમા,શેર પ્રિમિયમ, અનસિક્‍યોર્ડ લોન અથવા મોટા ખર્ચ હોય, તો વિગતવાર તપાસની અપેક્ષા રાખવી જોઇએ. રકમનોસ્ત્રેત, આપનારની ઓળખ અને તેની નાણાંકીય ક્ષમતા સાબિત કરવી જરૂરી રહેશે.

(૨) દસ્‍તાવેજી પુરાવા અત્‍યંત મહત્‍વપુર્ણ, દરેક ક્રેડિટ માટે લોન કન્‍ફર્મેશન, બેંક સ્‍ટેટમેન્‍ટ, આઇટીઆર અને લેનાર-આપનારની બેલેન્‍સશીટ રાખવી જરૂરી છે. રોકાણના કેસમાં ખરીદી દસ્‍તાવેજ, ચૂકવણીનો પુરાવો અને વેલ્‍યુએશન રિપોર્ટ સાચવી રાખવો.

(૩) શંકાનો લાભ મળવાની શક્‍યતા ઓછી, સીબીડીટીની સૂચના બાદ કડક અભિગમ રહેનાર હોવાથી યોગ્‍ય રીતે સમજાવવામાં નિષ્‍ફળતાથી ૭૮ ટકા ટેક્‍સ ઉપરાંત ૧૦ ટકા દંડ થઇ શકે.

(૪) રિઓપનિગનું જોખમઃ ભૂતકાળના કેસોમાં જ્‍યાં કલમ ૬૮થી ૬૯ ડી યોગ્‍ય રીતે લાગુ કરવામાં આવી નથી ત્‍યાં કલમ ૧૪૮ હેઠળ ફરીથી આકારણી શરૂ થવાની શક્‍યતા રહે છે.

રિટર્ન ફાઇલ કરતાં પહેલાં હિસાબોની સમીક્ષા કરો

(૧) આઇટીની નોટિસનો તમામ દસ્‍તાવેજ સાથે વિગતવાર જવાબ આપો.

(૨) રોકડ વ્‍યવહાર ટાળો રોકડ, લોન, રોકડ ખર્ચ અથવા રોકડ રોકાણથી કલમ ૬૯ખ્‍થી 69Dનો જોખમ ઉભો થઇ શકે છે

(૩) પુરાવાઓ સાચવી રાખોઃ શેર પ્રિમિયમ માટે રૂલ 11UA મુજબ વેલ્‍યુએશન રિપોર્ટ રાખો, ગિફટ માટે ગિફટ ડીડ અને દાતાની નાણાંકીય ક્ષમતા તપાસો.

(૪) રૂા.૨૦ હજારથી વધુની તમામ ક્રેડિટ તપાસો, PAN, કન્‍ફર્મેશન અને બેંક ટ્રેઇલ ઉપલબ્‍ધ છે, તેની ખાતરી કરો.

(૫) આઇટીઆરમાં યોગ્‍ય ખુલાસો કરો. જો સર્વે અથવા સર્ચ દરમિયાન કોઈ આવક સ્‍વીકારવામાં આવે. તો તેને કલમ ૬૮ થી 69 D હેઠળ સ્‍વૈચ્‍છિક રીતે દર્શાવવાથી દંડ સંબંધિત વિવાદો ઘટાડવામાં મદદ મળી શકે.

 

CBDT દ્વારા શું સૂચનાઓ અપાઇ?

(૧) જો કલમ ૬૮ થી 69D ની શરતો પર્ણ થતી હોય તો સંબંધિત કલમ AOએ ફરજિયાત લાગુ કરવી.

(૨) કલમ ૬૮ મુજબ હિસાબી પુસ્‍તકોમાં દર્શાવેલ અસમજાવેલ રોકડ જમા.

(૩) કલમ ૬૯ મુજબ હિસાબી પુસ્‍તકોમાં નોંધાયેલ ન હોય તેવું અસમજાવેલ કારણ,

(૪) કલમ ૬૯૪માં મળેલ અસમજાવેલ નાણાં, સોનું ચાંદી, આભુષણ વગેરે.

(૫) કલમ ૬૯ગ્‍ સંપૂર્ણપણ જાહેર ન કરાયેલી રોકાણની રકમ.

(૬) કલમ 69D  હુંડી પર ઉધાર લીધેલી રકમ અથવા પરત ચુકવાયેલી રકમ.

(૭) AOએ કરદાતાને ચોક્કસ શો કોઝ નોટિસ આપવી અને કરદાતાનેસ્ત્રેત સમજાવવાની યોગ્‍ય તક આપવી.

(૮) કલમ ૧૧૫ ગ્‍ગ્‍ચ્‍ હેઠળ કરદર કલમ ૬૮થી 69D હેઠળ થયેલા તમામ ઉમેરાઓ પર ૬૦ ટકાકર, ૨૫ ટકા સરચાર્જ અને ૪ ટકા સેસ લાગુ પડશે. આવી આવક સામે કોઇ ખર્ચ, કપાત અથવા તો નુકસાનનો સેટ ઓફ મળતો નથી.

(૯) કલમ ૨૭૧AAC હેઠળ દંડ AOએ સંતોષ નોંધવો અને કલમ ૧૧૫ગ્‍ગ્‍ચ્‍ હેઠળ ભરવાપાત્ર કરના ૧૦ટકા જેટલા દંડની કાર્યવાહી શરૂ કરવી જરૂરી છે. જો કરદાતા યોગ્‍યઅને વાજબી કારણ સાબિત ન કરે તો

(10:22 AM IST)