News of Saturday, 19th September 2026
CBSE ધોરણ-૬માં ૩ ભાષાની નીતિ આવતા વર્ષથી અમલી બનાવે
સુપ્રીમ કોર્ટનું સીબીએસઈને સૂચન

નવી દિલ્હી તા.૧૯: ધોરણ-૬ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં બે ભારતીય સહિત ત્રણ ભાષાઓનો સમાવેશ કરાવવાની નીતિ ૨૦૨૭માં શરૂ થતાં નવા સત્રથી અમલી બનાવવા સુપ્રીમ કોર્ટે સીબીએસઈને જણાવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) તરફથી હાજર રહેલાં એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ ચીફ જસ્ટિસ સૂર્ય કાંત તથા જાસ્ટિસ જોયમાલ્યા બાગચી તથા વી. મોહનની બેન્ચને જણાવ્યું હતું કે, બોર્ડ અદાલતના આ સૂચન અંગે વિચાર કરશે. જોકે, સીબીએસઈએ અદાલતને સોંપેલી નોંધમાં જણાવ્યું હતું કે, ત્રણ ભાષાના માળખાંના અમલની વર્તમાન છૂટ હાલમાં ધોરણ-૬માં અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓ સુધી લંબાવવી કદાચ શક્ય નહીં બને. આમ કરવાથી આ નીતિના અમલમાં વિલંબ થઈ શકે છે. જોકે જાસ્ટિસ બાગચીએ ઉમેર્યું હતું કે, જો હાલમાં ધોરણ-૬માં ભણતાં વિદ્યાર્થીઓને ચાલુ વર્ષથી જ ત્રણ ભાષાનો અભ્યાસ કરવો હોય તો તેમને મંજૂરી આપવી જોઈએ.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
