News of Monday, 25th May 2026
દહેગામમાં બાળ કપિરાજનું મોં તાંબાના લોટામાં ફસાઈ ગયું : ત્રણ દિવસ ચાલ્યું અનોખું રેસ્ક્યુ ઓપરેશન: મળ્યું નવજીવન
ભારે સિફતપૂર્વક કાતર વડે લોટો કાપીને બચ્ચાને સુરક્ષિત બહાર કાઢ્યું ત્યારે નાનકડું બચ્ચું દોડીને તેની માતાને વળગી પડ્યું:હાજર તમામ લોકોના ચહેરા પર હળવાશ અને ખુશી છવાઈ ગઈ

દહેગામના રખિયાલ ગામનો એક વીડિયો તમારું દિલ જીતી લેશે! જરા જુઓ આ માસૂમ કપિરાજના બચ્ચાને, જેનું મોં તાંબાના લોટામાં ફસાઈ ગયું હતું. આ માસૂમ જીવની પીડા જોઈને ગામલોકોએ તરત જ વન વિભાગને જાણ કરી. ત્યારબાદ દહેગામ ફોરેસ્ટ રેન્જના RFO મધુબેન બારડના માર્ગદર્શન હેઠળ એક સઘન રેસ્ક્યુ મિશન શરૂ કરવામાં આવ્યું.
ફોરેસ્ટ અધિકારી વિકાસભાઈ ચૌધરી અને કિશનસિંહ રાઠોડની સાથે ઉમ્મીદ ફાઉન્ડેશનના ધીરજ માહેશ્વરી અને સદભાવના ફાઉન્ડેશનના રણજીતસિંહ તેમજ દશરથસિંહ જોડાયા. રખિયાલના સ્થાનિક યુવાનો ગૌરવભાઈ પટેલ, રાહુલ ઝાલા અને અક્ષયભાઈ જાડેજાએ પણ ખભેખભો મિલાવીને સતત ત્રણ દિવસ સુધી ભારે જહેમત ઉઠાવી.
આખરે રવિવારે ભારે સિફતપૂર્વક કાતર વડે લોટો કાપીને બચ્ચાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું. જ્યારે આ નાનકડું બચ્ચું દોડીને તેની માતાને વળગી પડ્યું ત્યારે હાજર તમામ લોકોના ચહેરા પર હળવાશ અને ખુશી છવાઈ ગઈ હતી. સૌએ સાથે મળીને જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
