News of Sunday, 26th July 2026
સીજેપી સ્થાપક અભિજીત દીપકે નવો વીડિયો જાહેર કર્યો : 'આ તો માત્ર શરૂઆત છે, હજુ લાંબી મજલ કાપવાની છે' : જુઓ વિડિયો
૩૭ દિવસ લાંબા આંદોલનની સફળતા બાદ સમર્થકોનો આભાર માન્યો : ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા, એફઆઈઆર પાછી ખેંચવા અને મૃતકોના પરિવારજનોને વળતર સહિતની તમામ માંગણીઓ સરકારે સ્વીકારતા આંદોલન સમેટી લેવાયું

CJP Founder @abhijeet_dipke releases a video thanking everyone who made the huge victory of the youth possible.
— Cockroach Janta Party - CJP (@Cockroachisback) July 26, 2026
He also thanks all critics for helping him improve, and eventually deliver on the promise of the Cockroach Janta Party’s first campaign. #ANewDay pic.twitter.com/1JQNozymLo
નવી દિલ્હી:નીટ (NEET) પરીક્ષામાં ગડબડ અને પેપર લીક મુદ્દે જંતર મંતર ખાતે ચાલતું ૩૭ દિવસ લાંબુ આંદોલન સમાપ્ત થયા બાદ કૉક્રોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે એક ખાસ વીડિયો સંદેશ જાહેર કર્યો છે. તેમણે દેશભરના સમર્થકોનો આભાર માનતા જણાવ્યું હતું કે, આંદોલનની સફળતા બાદ તેઓ હવે શાંતિથી ઊંઘી શકશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સીજેપી માટે આ માત્ર એક શરૂઆત છે અને હજુ મોટી મજલ કાપવાની બાકી છે.
તાવ અને તબિયત ખરાબ હોવા છતાં આંદોલનને મળેલા વિજય બાદ સમર્થકોની માફી માંગી:
પોતાના વીડિયો સંદેશમાં અભિજીત દીપકે જણાવ્યું હતું કે, છેલ્લા ૩૭ દિવસ દરમિયાન સમગ્ર ટીમે ભારે મુશ્કેલીઓનો સામનો કર્યો છે. વિરોધીઓના આક્ષેપો અને શંકાઓ છતાં સંગઠન પર વિશ્વાસ મૂકનાર તમામ સમર્થકોનો તેમણે હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તબિયત નાજુસ્ત હોવા અંગે વાત કરતા તેમણે કહ્યું કે, ૧૦૧ ડિગ્રી તાવ અને ટાઇફોઇડના કારણે તેઓ જંતર મંતર ખાતે હાજર સમર્થકોને રૂબરૂ મળી શક્યા ન હતા તે બદલ તેઓ માફી માંગે છે. આ સાથે તેમણે પાર્ટીના ટીકાકારોનો પણ આભાર માન્યો હતો, કારણ કે તેમની ટીકાઓને કારણે સંગઠનમાં સુધારો કરવાની તક મળી છે.
કેન્દ્રીય મંત્રીના રાજીનામા અને તમામ માંગણીઓ સ્વીકારાતા આંદોલન સમેટી લેવાયું:
નીટ-યુજી ૨૦૨૬ પેપર લીક અને સીબીએસઈની માર્કિંગ પદ્ધતિમાં ગડબડ મુદ્દે ૨૦ જૂનથી જંતર મંતર ખાતે ચાલતું આંદોલન શનિવારે સત્તાવાર રીતે સમેટી લેવામાં આવ્યું હતું. આ નિર્ણય કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામા બાદ લેવાયો હતો. સરકાર સાથે સફળ વાટાઘાટો બાદ સીજેપીના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી.
પાંચ મુદ્દાના માંગણીપત્ર અને સરકાર સાથે થયેલા કરારની મુખ્ય વિગતો:
સરકાર અને સીજેપી વચ્ચે થયેલી બેઠકમાં નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર સમહતિ સધાઈ છે:
કેન્દ્રીય મંત્રીનું રાજીનામું: વિરોધ પ્રદર્શન વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું.
એફઆઈઆર રદ કરવી: આંદોલન દરમિયાન દિલ્હી પોલીસ કે ભાજપ શાસિત રાજ્યોમાં પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી તમામ એફઆઈઆર (FIR) રદ કરવામાં આવશે અને કોઈ બદલાલક્ષી કાર્યવાહી કરવામાં આવશે નહીં.
રૂપિયા ૧ કરોડનું વળતર: મે માસમાં પરીક્ષા રદ થયા બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારજનોને નિયમ મુજબ ₹૧ કરોડનું સન્માનજનક વળતર આપવામાં આવશે.
શિક્ષણ સુધારા અંગે સમીક્ષા: પરીક્ષા પદ્ધતિમાં વ્યાપક સુધારા માટે સીજેપી દ્વારા પાંચ મુદ્દાનું માંગણીપત્ર સોંપવામાં આવ્યું છે. આગામી ચાર અઠવાડિયા પછી સરકાર અને સીજેપીના પ્રતિનિધિઓ ફરી મળીને આ કરારના અમલીકરણની સમીક્ષા કરશે.
ઉલ્લેખનીય છે કે જંતર મંતર પર ૨૮ જૂનથી ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને ૧૮ જુલાઈના રોજ સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ૨૦ જુલાઈના રોજ હજારો વિદ્યાર્થીઓએ સંસદ ભવન તરફ કૂચ કરતા પોલીસ સાથે ઘર્ષણ થતાં આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. આ ઘટના બાદ જે.પી. નડ્ડા સાથે થયેલી તબક્કાવાર બેઠકોના અંતે આખરે સરકારે તમામ માંગણીઓ ગ્રાહ્ય રાખતા આંદોલનનો સુખદ અંત આવ્યો છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
