<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

સીજેપીએ ‘મોદી ચાલીસા' વગાડી, સ્‍ટેજ પર PM મોદીનો ફોટો રાખ્‍યો

પ્રેસવાર્તા દરમિયાન સીજેપીના સહ-સંયોજક આશુતોષ રાંકાએ પોતાના સંબોધનની શરૂઆતમાં ‘જય મહારાષ્ટ્ર' અને ‘જય નરેન્‍દ્ર'નો નારો લગાવ્‍યો

નાગપુર તા.૨૬: રાજકીય ક્ષેત્રમાં એકબીજા પર આક્ષેપો કરવા હવે સરળ વાત થઈ છે. દેશમાં નવી બનેલી એક બિનરાજકીય પાર્ટી સીજેપી પણ પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. ગઈકાલે સીજેપી સંસ્‍થાપક અભિજીત દીપકેએ મહારાષ્ટ્રના નાગપુરમાં એક પ્રેસ કોન્‍ફરન્‍સ કરી હતી. જેમાં ‘લોકતંત્ર બચાવો, સંવિધાન બચાવો' ની રેલી અંગે જાણકારી આપવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન સીજેપી દ્વારા પોતાના પોસ્‍ટરમાં આગળ પીએમ મોદીનો ફોટો રાખવામાં આવ્‍યો તે ચર્ચાનો વિષય બન્‍યું છે.

નાગપુરમાં કરવામાં આવેલી પ્રેસ કોન્‍ફરન્‍સ દરમિયાન સીજેપી સંસ્‍થાપક દીપકેએ પ્રેસની શરૂઆત ‘મોદી ચાલીસા'થી કરી હતી, અને આખી પ્રેસ દરમિયાન સામે પીએમ મોદીનો ફોટો પણ રાખ્‍યો હતો. એટલું જ નહીં પરંતુ પ્રેસવાર્તા દરમિયાન સીજેપીના સહ-સંયોજક આશુતોષ રાંકાએ પોતાના સંબોધનની શરૂઆતમાં ‘જય મહારાષ્ટ્ર' અને ‘જય નરેન્‍દ્ર'નો નારો લગાવ્‍યો હતો. પરંતુ મૂળ વાત એ છે કે, જે સરકાર સામે તમારી લડત હોય તેના વખાણ શા માટે? આખરે શા માટે સીજેપીને પીએમ મોદીનો ફોટો રાખવો પડ્‍યો અને ‘જય નરેન્‍દ્ર'નો નારો આપવો પડ્‍યો?

આ મામલે વાત કરતા અભિજીત દીપકેએ કહ્યું કે, અત્‍યારે દેશમાં એટલી બધી સેન્‍સરશિપ છે કે અમે આ તસવીરને ઇન્‍સ્‍ટાગ્રામ અને મેટા માટે રાખી છે. કારણ આપતા કહ્યું કે, ઈન્‍સ્‍ટાગ્રામ અને મેટા પર જો પીએમ મોદીનો ફોટો ના નાખવામાં આવે અને અન્‍ય કોઈ રાજકીય કન્‍ટેન્‍ટ નાખવામાં આવે તો તેને દબાવી દેવાામાં આવે છે. મોદી સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, ઇન્‍સ્‍ટાગ્રામ પર જાન્‍યુઆરીથી જૂન સુધીમાં ૫ મિલિયનથી પણ વધારે પોસ્‍ટ દૂર કરવામાં આવી છે. ઇન્‍સ્‍ટાગ્રામને આદેશ આપવામાં આવ્‍યો છે કે, જે પણ પોસ્‍ટ મોદી સરકાર વિરૂદ્ધ હોય તે દૂર કરી દો અથવા તે એકાઉન્‍ટને જ ઉડાવી દો!

સરકાર દ્વારા મેટાને આવો આદેશ આપવામાં આવ્‍યો છે તેના કારણે સીજેપીએ પીસીમાં પીએમ મોદીનો ફોટો રાખ્‍યો છે. ઇન્‍સ્‍ટાગ્રામ તેમની પીસીને હટાવે નહીં! મૂળ વાત સીજેપીના આક્ષેપ પ્રમાણે મેટા દ્વારા મોદી સરકાર વિરૂદ્ધ કરવામાં આવેલી પોસ્‍ટને દૂર કરી દેવામાં આવે છે. જો કે, આ આક્ષેપમાં કેટલી હકીકત છે તે પણ ચર્ચાનો વિષય છે.

આ પ્રેસ કોન્‍ફરન્‍સ દરમિયાન સીજેપી દ્વારા સરકાર પર અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્‍યાં હતાં. ખાસ કરીને બાબા સાહેબના બંધારણને સરકાર દ્વારા ખતમ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યાં છે. અભિજીત દીપકેએ કહ્યું કે, ‘‘દેશમાં બાબા સાહેબના વિચારોને ખતમ કરવાનો પ્રયત્‍ન કરવામાં આવી રહ્યો છે, બાબા સાહેબના બંધારણને કમજોર કરવાનો પ્રયત્‍ન કરવામાં આવી રહ્યો છે,.

(4:18 PM IST)