News of Saturday, 29th August 2026
દિલ્હીમાં CNGના ભાવ ફરી વધ્યાઃ મળશે ૮૬.૯૮ રૂપિયા પ્રતિ કિલો
ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ દિલ્હીમાં CNGના ભાવમાં પ્રતિ કિલો ૩.૮૯ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો

નવી દિલ્હી,તા.૨૯: પヘમિ એશિયામાં ચાલી રહેલા સંકટ અને આંતરરાષ્ટ્રીય બજારમાં LNGના ભાવમાં તીવ્ર વધારાને કારણે હવે CNGના ભાવ પર અસર પડી છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ દિલ્હીમાં ઘ્ફઞ્ના ભાવમાં પ્રતિ કિલો ૩.૮૯ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવા દર આજરોજ સવારે ૬ વાગ્યાથી અમલમાં આવ્યા છે
આ વધારા સાથે, દિલ્હીમાં ઘ્ફઞ્નો જૂનો ભાવ ૮૩.૦૯ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૮૬.૯૮ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
IGL દ્વારા જારી કરાયેલી એક પ્રેસ નોટ અનુસાર, જુલાઈ ૨૦૨૬ થી પヘમિ એશિયાઈ કટોકટીના પુનરુત્થાનથી હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા LNG કાર્ગો હિલચાલમાં વિક્ષેપ પડ્યો છે. પરિણામે, વૈશ્વિક LNG ભાવ કટોકટી પહેલાના સ્તરની તુલનામાં લગભગ બમણા થઈ ગયા છે.
ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ શુક્રવારે જાહેરાત કરી હતી કે દિલ્હી અને આસપાસના શહેરોમાં CNG ના ભાવ શનિવારથી પ્રતિ કિલોગ્રામ રૂ.૩.૮૯ નો વધારો કરશે.
IGL એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે CNG ની જરૂરિયાતનો નોંધપાત્ર ભાગ આયાતી LNG દ્વારા પૂર્ણ થાય છે, અને પヘમિ એશિયામાં સંઘર્ષ શરૂ થયો ત્યારથી તેના ભાવમાં વધારો થયો છે.
IGL એ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય LNG ના ભાવ ઊંચા રહે છે, જેના કારણે ખર્ચ પર નોંધપાત્ર અસર પડે છે. તેથી, CNG ખર્ચમાં થયેલા વધારાને આંશિક રીતે સરભર કરવા માટે પ્રતિ કિલોગ્રામ રૂ.૩.૮૯ નો વધારો જરૂરી બન્યો છે. CNG ના ભાવમાં આ ફેરફાર શનિવારે સવારે ૬ વાગ્યાથી અમલમાં આવશે.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
