<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

સહકારી બેન્‍કો કુલ ધિરાણના માત્ર ૨૦ ટકા અનસિક્‍યોર્ડ લોન આપી શકશે

રિઝર્વ બેન્‍કે સહકારી બેન્‍કના ધિરાણના નિયમો હળવા કરી આપ્‍યા : હોમ લોન લીધા પછી બેથી ત્રણ વર્ષ હપ્તા ન ભરવા પડે તે માટે મોરેટોરિયમનો ગેરલાભ ઊઠાવનારા પર બ્રેક લાગશે

મુંબઈ,તા.૧૯: રિઝર્વબેન્‍ક ઓફ ઈન્‍ડિયાએ સહકારી બેન્‍કો માટેના ધિરાણના નિયમોમાં ફેરફાર કરીને અનસિક્‍યોર્ડ એટલે કે ગેરન્‍ટી વિના આપવામાં આવતી લોનનું પ્રમાણ કુલ લોનના પ્રમાણના ૨૦ ટકાથી ન વધે તેની ખાતરી રાખવાની વ્‍યવસ્‍થા દાખલ કરી છે. હવે સહકારી બેન્‍કોએ કુલ લોનમાંથી ૮૦ ટકા લોન ગેરન્‍ટીવાળી જ લોન આપવી પડશે. બીજીતરફ મોરેટોરિયમ પિરિયડ સાથે હાઉસિગ લોન માટેનો સમયગાળો ૨૦ વર્ષનો ફિક્‍સ કરી દીધો છે. સહકારી બેન્‍કો અત્‍યાર સુધી તૈયાર રહેવા પાત્ર મકાન લેનારાઓને પણ પહેલા બેથી ત્રણ વર્ષ હપ્તા ન ભરવા પડે તેવા મોરેટોરિયમ પિરિયડનો લાભ આપતી હતી. પરિણામે કેટલીક બેન્‍કોની લોન ૨૦ તો કેટલીક બેન્‍કોની લોન ૨૩થી ૨૪ વર્ષની મુદતની થતી હતી. હવે દરેક સહકારી બેન્‍ક મહત્તમ ૨૦ વર્ષના ગાળા માટે હોમલોન આપી શકશે.

હવે મોરેટોરિયમ પિરિયડસાથે લોનની મુદત ૨૦ વર્ષની ફિક્‍સ કરી દેવામાં આવી છે. હવે અન્‍ડરકન્‍સ્‍ટ્રક્‍શન મકાન હશે તેવા કિસ્‍સાઓમાં જ મોરૈટોરિયમની સુવિધાનો લાભ આપવામાં આવશે. પરંતુ રહેવા જઈ શકાય તેવા તૈયાર મકાન માટે લોન લેનારાઓને મોરેટોરિયમનો લાભઆપવામાં આવશે નહિ. પહેલા બેન્‍ક પોતાની મરજી મુજબ મોરેટોરિયેમ પિરિયડ આપતી હતી. હવે આ રસ્‍તો રિઝર્વ બેન્‍કે બંધ કરી દીધો છે. આમ આડેધડ ધિરાણ પર બ્રેક લાગી જશે. મોરેટોરિયમના પિરિયડનો ગેરલાભ મકાનનો પાયો નખાય ત્‍યારે ટોકન મની આપીને ફલેટ બુક કરાવનારા ઉપરાંત તૈયાર મકાન લેનારાઓ પણ લેતા હતા. હવે રિઝર્વ બેન્‍કે તેના પર બ્રેક લગાવી દીધી છે. પરિણામે તૈયાર મકાન લેનારાઓને પહેલા દિવસથી જ હપ્તા ભરવા પડશે. પરિણામે હવે જેન્‍યુઈન હોમ લોન લેનારાઓ જ સહકારી બેન્‍કોમાં હોમ લોન લેવા જશે. પહેલા ઇન્‍વેસ્‍ટર્સ ફૂફલેટ બુક કરાવીને બે ત્રણ વર્ષમાં વેચીને નફો ઘરભેગો કરનારાઓને હવે તેનો લાભ મળશે નહિ. તદુપરાંત કન્‍ઝ્‍યુમર ડ્‍યૂરેબલ્‍સની ખરીદી કરવા ઇચ્‍છા નોમિનલ મેમ્‍બર્સના રૂા. ૨.૫ લાખ સુધીની લોન આપવાની વ્‍યવસ્‍થા દાખલ કરી છે. પહેલા લોન લેનાર બીજી બેન્‍કમાં મૂકેલી ફિક્‍સ્‍ડટ ડિપોઝીટ પર પણ સહરકારી બેન્‍કોમાંથી લોન લેતા હતા. પરંતુ રિઝર્વ બેન્‍કે હવે આ રીતે લોન આપવાની ના પાડી દીધી છે. પોતાની સહકારી બેન્‍કમાં મૂકેલી થાપણો પર જ ધિરાણ આપી શકાય તેવી વ્‍યવસ્‍થા દાખલ કરવામાં આવી છે. પહેલા આ રીતે લોન અપાતી હોવાથી ડુપ્‍લિકેટ કે બનાવટી રિસિપ્‍ટ બતાવીને લોન લઈ જતાં હોવાના કિસ્‍સાઓ બનતા હતા.

 સ્‍થિતિસ્‍થાપક કરવાનો પ્રયાસ રૂપે પહેલી રિઝર્વ બેન્‍કે શહેરી સહકારી બેન્‍કોને ધિરાણ આપવા માટેની શરતો ઉદાર કરીને તેમના રિાણના બિઝનેસને વધુ ઓક્‍ટોબર ૨૦૨૬થી નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય કયી છે.ગુજરાતમાં સહકારી બેન્‍કિંગનું નેટવર્ક મજબૂત હોવાથી ગુજરાત માટે આ ફેરફારો અત્‍યંત મહત્‍વના ગણાય છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને અન્‍ય શહેરોની સહકારી બેન્‍કોમાં તેની ખાસ્‍સી અસર જોવા મળશે.

અનસિક્‍યોર્ડ લોનની વ્‍યાખ્‍યાને વ્‍યવહારુ બનાવી આપવામાં આવી છે, કારણ કે મોટાભાગની સહકારી બેન્‍કોની ફરિયાદ હતી કે તારણ વિનાની લોન અંગેની જૂની વ્‍યાખ્‍યાને કારણે તેમને માટે ધિરાણ આપવું કઠિન બનતું હતું. જોકે સહકારી બેન્‍કો સામેનું જોખમ ઘટાડવાના અનસિક્‍યોર્ડ લોનને ૨૦ ટકા સુધી સીમિત કરી લઈને સલામતીના સઘન પગલાં લેવામાં આવ્‍યા છે. રિઝર્વ બેન્‍કના પગલાંને પરિણામે સલામત  ધિરાણની કેટેગરીમાં આપવામાં આવનારી લોનના પ્રમાણમાં વધારો થશે. સહકારી બેન્‍કોની નફાકારકતામાં વારો થશે. નાના અને મધ્‍યમ ઉદ્યોગોને સરળતાથી લોન મળી જશે.જોકે સહકારી બેન્‍કો દ્વારા અપાતી અનસિક્‍યોર્ડ લોનની વ્‍યાખ્‍યા હળવી કર્યા પછી તે વ્‍યાખ્‍યાના દુરુપયોગ કરી બેફામ ધિરાણ કરવામાં આવશે તો નબળી સહકારી બેન્‍કોની હાલત જોખમી થઈ જવાની સંભાવના પણ રહેલી છે. તેથી જ ૨૦ ટકાની મર્યાતા મૂકવામાં આવેલી છે. ગુજરાતની સહકારી બેન્‍કો વેપારીઓ, નાના અને મધ્‍યમ ઉદ્યોગો તથા ટેક્‍સટાઈલ તેમ જ રિયલ એસ્‍ટેટના સેક્‍ટરમાં ધિરાણ આપતી હોવાથી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં તેમના રાણોમાં ખાસ્‍સો વધારો થઈ જવાની સંભાવના રહેલી છે.

(9:56 AM IST)