News of Saturday, 1st August 2026
બિહારમાં શરૂ થયું કોક્રોચ કેફે

પટણા,તા.૦૧: આજકાલ કોક્રોચ અને કોક્રોચ જનતા પાર્ટી એટલાં વાઇરલ છે કે બિહારમાં એક કેફે જ કોક્રોચના નામે ખૂલી ગયું. મુંબઈમાં તો આજકાલ રેસ્ટોરાંમાં એક-બે કોક્રોચ પણ દેખાય તોય ફૂડ સેફટી વિભાગ દ્વારા તવાઈ આવી જાય છે, પણ બિહારમાં તો હિલસા બાયપાસ પાસે કોક્રોચ નામનું કેફે જ ખૂલી ગયું છે.
કેફેની અંદર બ્લેક કલરની થીમ છે. ટિનની છત પર પીળી લટકતી લાઇટો અને દિવાલ પર નકલી વેલ અને ફૂલની સજાવટ છે. બેસવા માટે કાળાં સોફા અને લાલ ગાદી અને કાચનું ટેબલ છે. દીવાલો પર નાના પ્લાન્ટ્સ ગોઠવીને માહોલને ફ્રેશ બનાવવાની કોશિશ થઈ છે અંદર કશું જ કોક્રોચ સાથે મેચ થાય એવું નથી તો પછી નામ કેમ કોક્રોચ કેફે?
આ માટે કેફેનો માલિક કહે છે, ‘આજકાલ યુવાનોને અલગ ચીજો પસંદ આવે છે. રોયલ કેફે નામના ૧૦૦ કેફે તમને મળી જશે, પણ કોક્રોચ કેફે એક જ છે. હું ઇચ્છું છું કે લોકો હસે અને નામ જોઈને આકર્ષાય. નામથી લોકો પહેલી વાર આવશે એ પછી ફૂડ તેમને જરૂર પસંદ આવશે. અમે અહીં સફાઈનું ખૂબ ધ્યાન રાખીએ છીએ. આ માત્ર બ્રેન્ડ છે, કોઈ મજાક નથી. આ નામે જો પૈસા ખર્ચ્યા વિના જો પબ્લિસિટી મળી જતી હોય તો એમાં બૂરાઈ શું છે?
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
