તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Thursday, 26th November 2026
ઉત્તર ભારતમાં ઠંડી અને ગાઢ ધુમ્મસનો પ્રકોપ વધશેઃ દક્ષિણ ભારતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે વિવિધ વિસ્તારોને સતર્ક કર્યા
આવતીકાલ સુધી કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણીઃ હિમાચલ, પંજાબ, હરિયાણા અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ધુમ્મસથી વાહનવ્યવહારને અસર થવાની આશંકા

નવી દિલ્હી, તા. ૨૬ : દેશના વિવિધ ભાગોમાં હવામાનની બે વિરોધાભાસી પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
ઉત્તર ભારતમાં શિયાળાની જમાવટ સાથે ઠંડી અને ધુમ્મસનું પ્રમાણ વધી રહ્યું છે, જ્યારે દક્ષિણ ભારતનાં અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર તા. ૨૭ નવેમ્બર સુધી તમિલનાડુ, કેરળ, પુડુચેરી, કરાઇકલ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શકયતા છે.
તમિલનાડુમાં કલાકના ૪૦થી ૫૦ કિલોમીટર અને કેરળમાં ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે.
તમિલનાડુના મદુરાઈ, દિંડીગુલ, વિરુધુનગર અને થેની સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.
આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે.
ઉત્તરપૂર્વમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
બીજી તરફ હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંડીગઢ અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસની આગાહી કરવામાં આવી છે.
ગઈકાલે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં દૃશ્યતા ઘટીને ૧૦૦ મીટર અને ઓડિશાના બોલાંગીરમાં ૭૦ મીટર થઈ ગઈ હતી. ગુજરાત સહિત પヘમિ ભારતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની સંભાવના છે.
ગાઢ ધુમ્મસવાળા વિસ્તારોમાં વાહનચાલકોને વિશેષ તકેદારી રાખવાની સલાહ છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
