તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 26th November 2026
બિહારની મહિલાઓના સિંદૂર અને છઠ પૂજા અંગે આપત્તિજનક ટિપ્પણી કરનાર કોમેડિયન યશ મહેશ્વરીની મુશ્કેલી વધી, દિલ્હી અને પટણામાં પોલીસ ફરિયાદ નોંધાઈ
રાષ્ટ્રીય મહિલા પંચે સ્વયં સંજ્ઞાન લઈ બિહારના પોલીસ વડા પાસે સાત દિવસમાં અહેવાલ માગ્યોઃ રાજકીય વિરોધ વધતાં કોમેડિયન યશ મહેશ્વરીએ વીડિયો જાહેર કરીને માફી માગી

નવી દિલ્હી:બિહારની મહિલાઓની સિંદૂર લગાવવાની પરંપરા અને ધાર્મિક મહાપર્વ છઠ પૂજા અંગે કથિત આપત્તિજનક ટિપ્પણી કરનાર સ્ટેન્ડઅપ કોમેડિયન યશ મહેશ્વરી સામે કાયદાનો સકંજો કસાઈ રહ્યો છે.
પટણાના સાયબર પોલીસ મથક બાદ હવે દિલ્હીના સાકેત પોલીસ મથકમાં પણ તેની વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે.
રાષ્ટ્રીય મહિલા પંચનાં અધ્યક્ષ વિજયા રહાટકરે સમગ્ર મામલાની ગંભીર નોંધ લઈને બિહારના પોલીસ મહાનિર્દેશક પાસે સાત દિવસની અંદર કાર્યવાહીનો વિગતવાર અહેવાલ માગ્યો છે.
ભાજપ, કોંગ્રેસ અને લોક જનશક્તિ પાર્ટીના નેતાઓએ પણ આ ટિપ્પણી સામે વિરોધ વ્યક્ત કર્યો છે અને કડક કાર્યવાહીની માગણી કરી છે.
વિવાદ વધ્યા બાદ યશ મહેશ્વરીએ વીડિયો જાહેર કરીને માફી માગી છે અને ભવિષ્યમાં આવી બાબતો અંગે સાવધાની રાખવાની ખાતરી આપી છે. જોકે પોલીસ તપાસ યથાવત્ છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
