<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

બાળ આહારમાં ખાંડ પર સંપૂર્ણ પ્રતિબંધ અને ચા માટે નવી ગાઇડલાઇન: FSSAI નો મોટો નિર્ણય

૬ મહિના સુધીના શિશુઓના ખોરાકમાં સુક્રોઝ અને ફ્રુક્ટોઝ ઉમેરવા પર રોકનો પ્રસ્તાવ: ચામાં બે જંતુનાશકોની માત્રાની મર્યાદા નક્કી કરવા ડ્રાફ્ટ નોટિફિકેશન જારી

નવી દિલ્હી:  દેશમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સુરક્ષા સુનિશ્ચિત કરતી સર્વોચ્ચ સંસ્થા 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા'  એ સામાન્ય નાગરિકો અને ખાસ કરીને નાના બાળકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે બે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. FSSAI દ્વારા જારી કરાયેલા નવા ડ્રાફ્ટ પ્રપોઝલમાં ૬ મહિનાથી ઓછી ઉંમરના બાળકો માટેના બેબી ફૂડ પ્રોડક્ટ્સમાં ઉમેરવામાં આવતી ખાંડ (સુક્રોઝ અને ફ્રુક્ટોઝ) ના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત, દેશમાં સૌથી વધુ વપરાતા પેય પદાર્થ ચામાં વપરાતા બે મુખ્ય જંતુનાશકો  ના અવશેષો માટે મહત્તમ મર્યાદા ( નક્કી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

FSSAI એ બાળ પોષણ માટેના ખાદ્ય સુરક્ષા અને ધોરણો (ખાસ આહાર ઉપયોગ માટેના ખાદ્ય પદાર્થો) નિયમન ૨૦૨૦ માં સુધારો કરવા માટે આ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. નિષ્ણાતોના મતે, બાળકના શારીરિક વિકાસ માટે પ્રથમ છ મહિના અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ હોય છે. આ ઉંમરે શિશુ આહારમાં વધારાની પ્રોસેસ્ડ શુગર (સુક્રોઝ અને ફ્રુક્ટોઝ) ઉમેરવાથી નાની ઉંમરે સ્થૂળતા , ડાયાબિટીસ અને દાંતના ક્ષય જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી જાય છે. આ પગલાંથી હવે બેબી ફૂડ બનાવતી કંપનીઓએ પોતાના ઉત્પાાદનોમાં ઉમેરાતી ખાંડનું પ્રમાણ બંધ કરવું પડશે.

બીજી તરફ, ચાની ગુણવત્તા સુધારવા અને ગ્રાહકોને રસાયણમુક્ત ચા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ચાના પાંદડામાં જોવા મળતા બે વિશિષ્ટ જંતુનાશકોની માત્રા પર આકરા નિયંત્રણો મૂકવાનો નિર્ણય લેવાયો છે. FSSAI દ્વારા આ પ્રસ્તાવિત ફેરફારો અંગે ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરીને તમામ સંબંધિત હિસ્સેદારો, ઉદ્યોગો અને સામાન્ય જનતા પાસેથી ૬૦ દિવસના સમયગાળામાં સૂચનો અને વાંધાઓ મંગાવવામાં આવ્યા છે. આ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પ્રાપ્ત થયેલા સૂચનોની સમીક્ષા કરીને આ નિયમોને આખરી મંજૂરી આપી દેશભરમાં અમલી બનાવવામાં આવશે.

(8:27 PM IST)