News of Monday, 16th November 2026
કોંગ્રેસ દ્વારા ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની આગામી વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રિનિંગ કમિટી રચાઈ
ગુજરાત કોંગ્રેસ અગ્રણી પાલભાઈ અંબાલિયાને ઉત્તરાંખડની જવાબદારી સોંપાઈ : સમિતિઓ આગામી ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી અને રણનીતિ ઘડતર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખાર્ગે દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાંચ રાજ્યો—ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર માટે મહત્વપૂર્ણ 'સ્ક્રિનિંગ કમિટી'ની રચના કરવામાં આવી છે. આ સમિતિઓમાં પક્ષના અનુભવી અને દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે:
- ઉત્તર પ્રદેશ: અજય માકન (ચેરમેન), અસલમ શેખ અને બી.વી. શ્રીનિવાસ.
- પંજાબ: ડૉ. સિરિવેલ્લા પ્રસાદ (ચેરમેન), સચિન સાવંત અને નિવેદિત અલ્વા.
- ઉત્તરાખંડ: દીપા દાસમુંશી (ચેરમેન), અનિલ ચૌધરી અને પાલ ભાઈ અંબાલિયા.
- ગોવા: કે.જે. જ્યોર્જ (ચેરમેન), સતેજ ડી. પાટીલ અને શફી પરંબિલ.
- મણિપુર: બી.એમ. સંદીપ (ચેરમેન), હિબી ઈડન અને રાજેશ ઠાકુર.
આ સમિતિઓ આગામી ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી અને રણનીતિ ઘડતર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
