<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

કોંગ્રેસ સત્તાની ભૂખી, જૂના સાથીઓ સાથે પણ કર્યો વિશ્વાસઘાત: વડાપ્રધાન મોદી

જેમણે પક્ષને સીંચ્યો તેમને જ ‘દગો’ આપ્યો; કોંગ્રેસની ખુરશીની લાલચ પર PMના તીખા બાણ

નવી દિલ્હી : ચૂંટણીના રણમેદાનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસની નીતિઓ પર આકરા પ્રહાર કરતા ‘વિશ્વાસઘાત’નો મુદ્દો છેડ્યો છે. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે દાયકાઓ સુધી જેમના ટેકાથી સત્તા ભોગવી, સમય આવતા તેમની જ પીઠમાં છરો ભોંકવામાં ખચકાટ અનુભવ્યો નથી.

વડાપ્રધાશ્રીએ જાહેરસભામાં ગરજતા કહ્યું કે, "કોંગ્રેસ માટે સંબંધો અને વફાદારીનું કોઈ મૂલ્ય નથી. જે સાથીઓએ વર્ષો સુધી પક્ષને સાથ આપ્યો, મુશ્કેલ સમયમાં પડખે ઊભા રહ્યા, તેમને જ પક્ષે પદભ્રષ્ટ કર્યા અથવા અપમાનિત કરીને બહાર કાઢી મૂક્યા છે. કોંગ્રેસ માટે માત્ર સત્તા જ સર્વોપરી છે, સાથીદારો નહીં."

વડાપ્રધાનશ્રીએ કોઈનું નામ લીધા વિના પરિવારવાદ પર નિશાન સાધતા કહ્યું કે, જો કોઈ નેતા પક્ષમાં લોકપ્રિય થવા લાગે તો તેને દબાવવાનું કામ કરવામાં આવે છે. કોંગ્રેસે હંમેશા પોતાના જ વફાદારોની બલિ ચડાવી છે. તેમણે સવાલ કર્યો હતો કે, જે પક્ષ પોતાના જૂના સાથીઓનો નથી થઈ શક્યો, તે દેશની જનતાનો કેવી રીતે થશે?

(3:56 PM IST)