News of Sunday, 12th July 2026
મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલુ : આવતા વર્ષે સુરત-બિલીમોરા વચ્ચે દોડશે પહેલી ટ્રેન: રેલમંત્રનીની જાહેરાત
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ત્રણ મોટા બુલેટ ટ્રેન કોરિડોર શરૂ થવાથી હૈદરાબાદ એક 'હાઈ-સ્પીડ હબ' બનશે.

ભારતમાં બુલેટ ટ્રેનની શરૂઆત થવા જઈ રહી છે. કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે આ અંગે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેનનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
રેલમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, "આવતા વર્ષે આપણે મુંબઈ-અમદાવાદ રૂટ પર સુરત અને બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રથમ વિભાગ શરૂ કરીશું. ત્યારબાદ, તબક્કાવાર રીતે વાપીથી સુરત, પછી વાપીથી અમદાવાદ, અમદાવાદથી થાણે અને અંતે અમદાવાદથી મુંબઈ સુધીનું કામ પૂર્ણ કરવામાં આવશે."
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ત્રણ મોટા બુલેટ ટ્રેન કોરિડોર શરૂ થવાથી હૈદરાબાદ એક 'હાઈ-સ્પીડ હબ' બનશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેલંગાણાને ફાળવવામાં આવેલું રૂપિયા 5,400 કરોડનું રેલવે બજેટ રાજ્યમાં મોટું પરિવર્તન લાવી રહ્યું છે.
રેલમંત્રીએ જણાવ્યું કે નવા રૂટ આખા વિસ્તારની અર્થવ્યવસ્થાને જોડી દેશે:
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
