News of Tuesday, 17th November 2026
ફ્લોરિડાના બારમાં ભારે વિવાદ: પુરુષ તરફ પિસ્તોલ તાકનાર મહિલાને પોલીસે ફૂંકી મારી
હથિયાર મૂકવાની વારંવાર સૂચના અવગણ્યાનો અધિકારીઓનો દાવો, બોડીકેમેરાના દૃશ્યો જાહેર થયા, સંબંધિત ડેપ્યુટીને પાણીચુ અપાયું , રાજ્યની તપાસ સંસ્થાએ ઘટનાની તપાસ હાથ ધરી: પોલીસ ફાયરિંગમાં કિસિમીના ઓલ્ડ ટાઉનમાં ૩૫ વર્ષની મહિલાનું મૃત્યુ

કિસિમી, તા. ૧૭: અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં કિસિમીના ઓલ્ડ ટાઉન વિસ્તારના બાર ખાતે શનિવારે રાત્રે પોલીસ ડેપ્યુટીની ગોળીથી ૩૫ વર્ષીય ડેની ડાર્લિન રોડ્રિગેઝનું મૃત્યુ થયું હતું. ઓસિયોલા કાઉન્ટીના શેરિફ કાર્યાલય અનુસાર મહિલા એક પુરુષ સાથેના વિવાદ દરમિયાન પિસ્તોલ કાઢીને તેની તરફ તાકી રહી હતી. સોમવારે ઘટનાના બોડીકેમેરા દૃશ્યો જાહેર કરવામાં આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મહિલાને હથિયાર નીચે મૂકવા વારંવાર સૂચના આપવામાં આવી હતી. સૂચનાઓનું પાલન નહીં થતાં નજીકમાં સુરક્ષાની ફરજ બજાવતા, નિયમિત ડ્યૂટીથી બહાર રહેલા ડેપ્યુટીએ ગોળી ચલાવી હતી. મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
ગોળી ચલાવનાર ડેપ્યુટીને વેતન સાથે વહીવટી રજા આપવામાં આવી છે. ફ્લોરિડા ડિપાર્ટમેન્ટ ઓફ લો એન્ફોર્સમેન્ટ ઘટનાની તપાસ કરી રહ્યું છે. મહિલા જે પુરુષ સાથે વિવાદ કરી રહી હતી તેની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલુ હતા, કારણ કે ગોળીબાર પછી તે સ્થળ પરથી નીકળી ગયો હતો.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
