<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરી બિઝનેસ કરતા અમદાવાદના વેપારીને કોર્ટનો મોટો ઝટકો: ઇમિગ્રેશન નિયમોના ભંગ બદલ ₹15 કરોડનો જંગી દંડ ફટકાર્યો, 16 વર્ષ જૂનો વિવાદ ફરી ચર્ચાના ચકડોળે

વિઝાની મુદત પૂરી થયા બાદ પણ અમેરિકામાં રોકાઈને વેપાર કરતા ગુજરાતી બિઝનેસમેન સામે અમેરિકી કોર્ટનો કડક ચુકાદો; લાંબી કાનૂની લડાઈ બાદ આવેલા નિર્ણયથી વિદેશમાં ગેરકાયદે વસતા ભારતીયોમાં ખળભળાટ

અમદાવાદ તા.૨ : અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અમદાવાદના એક બિઝનેસમેનને ત્યાંની કોર્ટે રૂ. 15 કરોડનો જંગી દંડ ફટકાર્યો છે. આ મામલો લગભગ 16 વર્ષ જૂનો હોવાથી ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના આ વેપારી વર્ષો પહેલા અમેરિકા ગયા હતા અને વિઝાની મુદત પૂરી થયા બાદ પણ ત્યાં ગેરકાયદે રોકાઈને બિઝનેસ કરતા હતા. અમેરિકી ઇમિગ્રેશન વિભાગને આ અંગે જાણ થતા તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે ઇમિગ્રેશન નિયમોના ભંગ બદલ વેપારીને દોષિત ઠેરવી રૂ. 15 કરોડનો દંડ ફટકાર્યો છે.

16 વર્ષથી ચાલી રહેલા આ કેસમાં હવે ચુકાદો આવતા ગુજરાત સહિત ભારતીય સમુદાયમાં તેની ભારે ચર્ચા થઈ રહી છે. અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકો માટે આ કેસ લાલબત્તી સમાન માનવામાં આવી રહ્યો છે. હાલ આ મામલે વધુ કાનૂની કાર્યવાહી ચાલુ છે.

(3:07 PM IST)