તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Wednesday, 9th September 2026
લાંચિયા અધિકારીઓ સામે કોર્ટની લાલ આંખ: જમીનના દસ્તાવેજ આપવા ૨૫ હજારની લાંચ લેનારા પૂર્વ સબ-રજિસ્ટ્રાર, ક્લર્ક અને સ્ટેમ્પ વેન્ડરને ૨ વર્ષની સખત કેદ!
એસીબીની ટ્રેપમાં ફસાયેલા ત્રણેય ભ્રષ્ટ આરોપીઓને લાતુર સેશન્સ કોર્ટે ફટકારી જેલની સજા; રૂ. ૧૦-૧૦ હજારનો દંડ પણ ફટકારાયો

લાતુર : જમીનના મૂળ નોંધાયેલા દસ્તાવેજો સુપરત કરવાના બદલામાં ૨૫ હજાર રૂપિયાની લાંચ માંગવી અને સ્વીકારવી લાતુરના તત્કાલીન સબ-રજિસ્ટ્રાર સહિત ત્રણ લોકોને ભારે પડી ગઈ છે. લાતુરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટે લાંચરુશવત વિરોધી કાયદા (પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ) હેઠળ દોષિત ઠેરવીને પૂર્વ સબ-રજિસ્ટ્રાર, જુનિયર ક્લર્ક અને એક ખાનગી સ્ટેમ્પ વેન્ડરને બે-બે વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧૦-૧૦ હજારનો રોકડ દંડ ફટકાર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
ફરિયાદ પક્ષ અનુસાર, ઔસા તહેસીલના શિંદાલા ગામના રહેવાસી ફરિયાદીએ જાન્યુઆરી ૨૦૧૫ માં ખેતીની જમીન ખરીદી હતી અને તેની પૂરતી સ્ટેમ્પ ડ્યુટી ભરીને વિધિવત રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. છતાં, ઔસાના તે સમયના સબ-રજિસ્ટ્રાર અશોક પોમાજી બોરવકે (ઉં.વ. ૪૭) એ ઓરિજિનલ દસ્તાવેજો આપવા માટે ફરિયાદી પાસે ૨૫,૦૦૦ રૂપિયાની લાંચની ગેરકાયદે માગણી કરી હતી.
એસીબીની ટ્રેપ અને કોર્ટનો આકરો આદેશ:
સબ-રજિસ્ટ્રાર અશોક બોરવકેએ આ લાંચની રકમ સીધી લેવાને બદલે જુનિયર ક્લર્ક રાજેન્દ્રકુમાર નાનારાવ પાટીલ (ઉં.વ. ૪૦) અને ખાનગી સ્ટેમ્પ વિક્રેતા નીતિન લક્ષ્મીકાંતરાવ અપસિંગેકર (ઉં.વ. ૪૫) મારફતે સ્વીકારી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે લાંચરુશવત વિરોધી બ્યુરો (ACB) નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને ત્રણેયને રંગેહાથ ઝડપી લીધા હતા. દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખીને સેશન્સ કોર્ટે સોમવારે આ ત્રણેય આરોપીઓને જેલભેગા કરવાનો ચુકાદો સંભળાવ્યો હતો.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
