News of Friday, 24th July 2026
તારીખ પે તારીખ...ગુજરાતની કોર્ટમાં ૧૬ લાખથી વધુ કેસ પેન્ડીંગઃ ૧૩૬માં ૩૦ વર્ષથી પડે છે મુદત
હાઈકોર્ટમાં ૧.૭૫ લાખ કેસ પેન્ડીંગઃ અલ્હાબાદ હાઈકોર્ટમાં સૌથી વધુ પેન્ડીંગ કેસ

નવી દિલ્હી,તા.૨૪: આપણે ત્યાં એક પ્રચલિત ઉક્તિ છે કે એકવાર કોર્ટની સીડી ચડવાનું શરૂ થયા પછી તે સિલસિલો ક્યારે જઈને અટકશે તે કળી શકાતું નથી. હાલ ગુજરાતની જ વાત કરવામાં આવે તો તમામ કોર્ટમાં ૧૩૬ એવા કેસ છે જે છેલ્લા ૩૦ વર્ષથી ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. આ પૈકીના ૧૯ કેસ તો હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.
ગુજરાતની તમામ અદાલતોમાં કુલ પેન્ડિંગ કેસોની સંખ્યા ૧૬ લાખથી વધારે છે. જેમાં ૫૯૮૭ કેસ ૨૦ વર્ષથી વધુ, ૫૬૬૨૦ કેસ ૧૦ વર્ષથી વધુ, ૨.૪૪ લાખ કેસ પાંચ વર્ષથી વધુ, ૧૦.૨૦ લાખ કેસ ૧ વર્ષથી વધુ પેનિગ હોવાની વિગતો સામે આવી છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડના અહેવાલ પ્રમાણે સમગ્ર દેશની તમામ અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ૪.૯૮ કરોડથી વધારે છે. આ સ્થિતિએ દેશની અદાલતોમાં સરેરાશ ૧૩.૮૪ લાખ કેસ પેન્ડિંગ છે.
ઉત્તર પ્રદેશમાં ૧.૧૯ કરોડ, મહારાષ્ટ્રમાં ૬૧.૮૦ લાખ, પヘમિ બંગાળમાં ૪૧.૦૪ લાખ, બિહારમાં ૩૭.૬૨ લાખ, રાજસ્થાનમાં ૨૭.૪૫ લાખ સાથે સૌથી વધુ પેન્ડિંગ કેસ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દેશની તમામ અદાલતોમાં ૩૦ વર્ષથી વધુ પેન્ડિંગ હોય તેવા કેસની સંખ્યા ૮૧૭૨૫ જેટલી છે. હાઈકોર્ટની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ૧.૭૫ લાખ કેસ પેન્ડિંગ છે. હાઈકોર્ટમાં સૌથી વધુ પેન્ડિંગ કેસ હોય તેમાં અલ્હાબાદ ૧૨.૨૮ લાખ સાથે મોખરે, રાજસ્થાન ૬.૯૬ લાખ સાથે બીજા અને બોમ્બે હુઈકોર્ટ ૬.૫૭ લાખ સાથે ત્રીજા સ્થાને છે.
ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસનું પ્રમાણ
વર્ષ કેસનું પ્રમાણ
૩૦ વર્ષથી વધુ ૧૯
૨૦ વર્ષથી વધુ ૨૧૪૩
૧૦ વર્ષથી વધુ ૨૫,૨૮૭
૫ વર્ષથી વધુ ૭૦,૦૧૭
૧ વર્ષથી વધુ ૧,૩૯,૭૨૫
કઈ હાઈકોર્ટમાં સૌથી વધુ પેન્ડિંગ કેસ?
હાઈકોર્ટ પેન્ડિંગ કેસ
અલ્હાબાદ ૧૨.૨૮ લાખ
રાજસ્થાન ૬.૯૬ લાખ
બોમ્બે ૬.૫૭ લાખ
મદ્રાસ ૫.૬૭ લાખ
મધ્ય પ્રદેશ ૪.૯૦ લાખ
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
