<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે શપથ લીધાના બીજા દિવસે એમ. કે. સ્ટાલિનને મળવા ઘરે પહોંચ્યા:સૌને ચોંકાવી દીધા

પૂર્વ મુખ્યમંત્રી એમ,કે સ્ટાલિને તેમને ગળે લગાડી અભિનંદન આપ્યા : વિજયનું સ્વાગત ઘરના દરવાજે પૂર્વ ડેપ્યુટી સીએમ ઉદયનિધિ સ્ટાલિને કર્યું :આ મુલાકાતને તમિલનાડુની રાજનીતિમાં પરિપક્વતા અને સભ્યતાના સંકેત તરીકે જોવામાં આવી

તમિલનાડુની રાજનીતિમાં હીરો બનીને ઉભરેલા જોસેફ વિજયે આજે કંઈક એવું કર્યું કે જેની ખૂબ ચર્ચા છે. તમિલનાડુના નવનિર્વાચિત મુખ્યમંત્રી સી. જોસેફ વિજય શપથગ્રહનના બીજા દિવસે ડીએમકે (DMK) પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના ઘરે પહોંચ્યા હતા. બંને નેતાઓની વચ્ચે જે પ્રકારે ગર્મજોશી દેખાઈ, તેનો વીડિયો સોશયલ મીડિયામાં છવાઈ ગયો છે. તેમના આ પગલાએ કડવાશ અને રાજકીય પ્રતિસ્પર્ધાની દીવાલોને ધ્વસ્ત કરી છે.

અભિનેતામાંથી રાજનેતા બનેલા થલપતિ વિજય સ્ટાલિનના ઘરે પહોંચ્યા, તો નજારો જોવા જેવો હતો. ઘરના દરવાજે જ પૂર્વ ડેપ્યુટી સીએમ ઉદયનિધિ સ્ટાલિને વિજયનું સ્વાગત કર્યું. જેવા વિજય અંદર પહોંચ્યા, તો પૂર્વ સીએમ એમ. કે. સ્ટાલિન તેમને ગળે મળ્યા અને અભિનંદન આપ્યા અને હાથ પકડીને સમ્માન સાથે અંદર લઈ ગયા.

તાજેતરમાં વિધાનસભા ચૂંટણીઓમાં વિજયની પાર્ટી તમિલગા વેટ્ટરી કડગમ (TVK) અને સ્ટાલિનની ડીએમકે વચ્ચે ટક્કર હતી. પરંતુ ચૂટણી પરિણામો બાદ વિજયે જે પ્રકારે કર્ટસી કૉલ કર્યો, તેણે સૌને પ્રભાવિત કર્યા છે. કોંગ્રેસના નેતા મણિકમ ટૈગોરે આ મુલાકાતને સભ્ય અને પરિપકવ રાજનીતિક સંકેત ગણાવ્યો છે. રાજનીતિના જાણકારોનું કહેવું છે કે એક નવા મુખ્યમંત્રીનું પોતાના પુરોગામીને આ રીતે મળવું તમિલનાડુની લોકતાંત્રિક પરંપરાઓને મજબૂતાઈ આપે છે.

આ પહેલા સોમવારે સવારે તમિલનાડુ વિધાનસભાના પહેલા સત્રનો પ્રારંભ થયો. પ્રોટેમ સ્પીકર એમ. વી. કુરુપૈયાએ સૌથી પહેલા મુખ્યમંત્રી વિજયને શપથ અપાવી. વિજય સાથે તેમના 9 મંત્રીઓએ પણ શપથ લીધા. જેમાં એન. આનંદ, આદવ અર્જુન અને કે. એ. સેનગોટ્ટૈયન જેવા મુખ્ય નામો સામેલ છે. ગૃહમાં પૂર્વ મુખ્યમંત્રી એડપ્પાદી કે. પલાનીસ્વામી (EPS) અને ઓ. પન્નીરસેલ્વમ (OPS) અને ઉદયનિધિ સ્ટાલિને પણ ધારાસભ્ય પદે શપથગ્રહણ કર્યા.

 

 

(8:35 PM IST)