<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

સાત વર્ષથી વધુના વિલંબને માન્‍ય રખાયો

ટ્રિબ્‍યૂનલનો ઐતિહાસિક નિર્ણય : કંપનીમાં આંતરિક વિવાદ અને આર્થિક ભીંસને કારણે અપીલમાં વિલંબ થયો હતો

નવી દિલ્‍હી,તા.૧૯: સમયમર્યાદામાં અપીલ ફાઇલ કરવામાં નહીં આવે તો કરદાતાએ અથવા તો કંપનીએ તે નિર્ણય પ્રમાણે રકમ ભરપાઈ કરવાની હોય છે. ત્‍યારબાદ ટ્રિબ્‍યૂનલમાં પણ જવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હોય છે. જ્‍યારે સુરતની એક કંપનીમાં ચાલતા આંતરિક વિવાદ અને આર્થિક ભીંસને કારણે ટ્રિબ્‍યૂનલમાં કેસ દાખલ કરવામાં આવ્‍યો નહોતો. તે વાતને સાત વર્ષ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં વેટ ટ્રિબ્‍યૂનલે આ કેસને ડિલેકોન્‍ડોન (વિલંબ માફ) ગણીને પણ ચુકાદો આપતો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

સુરત સુપર યાર્ન પ્રાઇવેટ લિમિટેડના કેસમાં કંપનીના ડિરેક્‍ટરો વચ્‍ચે આંતરિક વિખવાદ સર્જાયો હતો. ત્‍યારબાદ આર્થિક ભીંસને કારણે ટ્રિબ્‍યૂનલમાં કેસ દાખલ કરવામાં મોડું થયું હતું. સમયમર્યાદા પૂરી થયાને સાત વર્ષ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં વેટ ટ્રિબ્‍યૂનલમાં આ કેસ ચલાવીને ચુકાદો પણ આપવામાં આવ્‍યો છે. કારણ કે તેમાં ડિરેક્‍ટરો વચ્‍ચે ચાલી રહેલા વિવાદ અને આર્થિક ભીંસને લગતા પુરાવા રજૂ કરવામાં આવ્‍યા હતા. તે વાતને ટ્રિબ્‍યૂનલના સભ્‍ય દ્વારા પણ સ્‍વીકાર કરવામાં આવી હતી, કારણ કે સામાન્‍ય સંજોગોમાં આવી અપીલ દાખલ જ કરવામાં આવતી નથી. પરંતુ તમામ પાસાંઓને ધ્‍યાને રાખીને વેટ ટ્રિબ્‍યૂનલમાં કેસની અપીલ દાખલ કરવાનો નિર્ણય કરતા કંપનીના જવાબદારોને રાહત થઇ છે.

આ અંગે સીએ અતીત દિલીપ શાહે જણાવ્‍યું હતું કે આ માનવતાવાદી અને વ્‍યવહારુ અભિગમ અપનાવીને ટ્રિબ્‍યૂનલે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. સાથે સાથે આવા અસંખ્‍ય કરદાતાઓ માટે પણ આ કેસ સીમાચિホરૂપ સાબિત થવાનો છે, કારણ કે કેટલીક વખત અનેક કારણોસર સમયસર અપીલ દાખલ કરી શકાતી નથી. પરંતુ જવાબદારો સમક્ષ પૂરતા અને મજબૂત પુરાવા રજૂ કરવામાં આવે તો સમયમર્યાદા વીતી ગયા બાદ પણ અપીલ દાખલ કરી શકાય છે. તે આ કેસ પરથી સાબિત થવાનું છે. તેમજ ભવિષ્‍યમાં આવા જટીલ કેસમાં આ કેસ એક મજબૂત ઉદાહરણ બનવાનું છે.

(10:16 AM IST)