News of Monday, 16th November 2026
દિલ્હીનું AQI ૮૦૦: ઉત્તરાખંડનાં ચારેય ધામમાં હિમવર્ષા
રાજસ્થાનમાં વરસાદ સાથે ઠંડીમાં વધારો રાજધાનીમાં ધુમ્મસ અને તાપમાન ૧૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

નવી દિલ્હી તા.૧૬: સોમવારે સવારે દિલ્હીમાં AQI ૮૦૦ એ પહોંચી ગયો હતો. AQI.in અનુસાર, અમેરિકન AQI સ્કેલ પર હવાની ગુણવત્તા ‘હૈજાર્ડસ' એટલે કે- અત્યંત ગંભીર શ્રેણીમાં મનાય છે. આ દરમિયાન રાજધાનીમાં ધુમ્મસ છવાયેલો રહ્યો અને તાપમાન ૧૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.ઉત્તરાખંડનાં કેદારનાથમાં રવિવારે મોડી રાતે હિમવર્ષા થઈ હતી. આ અગાઉ બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં હિમવર્ષા થઈ હતી. જેનાથી સોમવારે બાકીના વિસ્તારોમાં ઠંડી વધી હતી. પહાડ પરથી આવતી ઠંડા પવનોને કારણે યુપીમાં ઠંડી વધી હતી.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
