News of Tuesday, 30th June 2026
ડેસ્ટિનેશન વેડિંગઃ પાવાગઢ, SOU, સફેદ રણ સહિત ૧૦ લોકેશનો નક્કી
PM મોદીએ વડોદરામાં સૂચન કર્યા બાદ TCGL એક્ટિવ : વેડિંગ ટૂરિઝમ ડેવલપમેન્ટ માટે રિસર્ચ-પ્લાનિંગ માટે એજન્સીઓને આમંત્રણ

નવી દિલ્હી,તા.૩૦: ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ- TCGL દ્વારા ડેસ્ટિનેશન વેડિગના આયોજન માટે પાવાગઢ, સફેદ રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU, માધવપુર બીચ, ધરોઈ સહિત ૧૦ લોકેશનને ઓળખી અલગ તારવ્યા છે. આ સાથે જ રાજસ્થાનના મહેલો અને ગોવાના દરિયાકાંઠે યોજાતા ડેસ્ટિનેશન વેડિગ ટ્રેન્ડ એન્ડ બિઝનેસની રેસમાં ગુજરાત પણ સામેલ થઈ ચૂક્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દોઢ મહિના પહેલા ૧૧મી મેના રોજ વડોદરામાં સરદારધામ-૩ના ઉચ્ચાટન પ્રસંગે જ વિદેશોમાં ડેસ્ટિનેશન વેડિગને બદલે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી- SOU ખાતે લગ્નોનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો. બાદમાં TCGLએ ૧૦ લોકેશનને ઓળખી તેના ડેવલપમેન્ટ માટે પ્રાઈવેટ એજન્સીઓ આમંત્રિત કરી છે.
આ ૧૦ લોકેશનોમાં રાજમહેલ-હવેલી, દરિયાકાંઠો, રણ, ધાર્મિક સ્થળો અને વનરાજી નજીકના પર્યટન સ્થળનો સમાવેશ થાય છે. એજન્સીઓ ડેસ્ટિનેશન વેડિગ માટે ૧૦ લોકેશનો ઉપર હોટેલ્સ, રિસોર્ટ, કનેક્ટિવિટીથી લઈને પરિવહન, ઈવેન્ટ મેનેજમેન્ટ, કેટરિગ અને અન્ય સુવિધાઓ સાથે સ્થાનિક સ્થળે સંગીત પીરસતા કલાકારો સહિતની આર્થિક બાબતોનો અભ્યાસ-મૂલ્યાંકન કરીને પેકેજ તૈયાર કરશે. સાથે જ બ્રાન્ડિંગ કરીને ગુજરાતમાં વેડિગ માટે આકર્ષણ સર્જશે.
સંભવત ડિસેમ્બર પહેલા જ રાજ્યમાં ડેસ્ટિનેશન વેડિગનું માર્કેટિગ કરી નવો ટુરિઝમ બિઝનેસ ડેવલપ કરવાનું આયોજન હોવાનું ટોચના અધિકારીએ જણાવ્યું હતું.
ટૂરિઝમનો રોડમેપઃ ૧૦ ડેસ્ટિનેશન અલગ તારવાયા
૧. માધવપુર બીચ, પોરબંદર- કૃષ્ણ-રૂક્ષ્મણીનું વિવાહસ્થળ
૨. સફેદ રણ, ધોરડો, કચ્છ- અહીં પ્રિ-વેડિગ શુટિગ થાય છે
૩. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા- મોદીએ ઉલ્લેખ કર્યો હતો
૪. દ્વારકા- દરિયાકાઠે સાંસ્કૃતિક વાતાવરણમાં લગ્ન થાય છે
૫. જ્યોતિલિગ સોમનાથ- કોરિડોર પછી નવું ડેસ્ટિનેશન
૬. વડનગર. પૌરાણિક શહેરમાં યાદગાર લગ્ન થઈ શકે છે
૭. ધરોઈ ડેમ સાઈટ- બીચ જેવી ફીલિગ, નજીકમાં અંબાજી
૮. રાજપીપળા પેલેસ, નર્મદા- રાજમહેલમાં રાજશાહી ઠાઠ
૯. શાહીનગરી જામનગર રાજસ્થાન જેવો માહોલ શક્ય
૧૦. પાવાગઢ શક્તિપીઠ પરિસર- વનરાજીની વચ્ચે વિવાહ
દારૂબંધીને કારણે ફટકો, રાજસ્થાનમાં રૂ.૧,૫૦૦ કરોડનો વેડિગ બિઝનેસ!
ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાંય પ્રવાસન વિભાગ ગુજરાતને વેડિગ-ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરી રહ્યું છે. પાડોશના રાજસ્થાનમાં વર્ષેદહાડે ૫૦૦ આસપાસ શાહી લગ્નો થાય છે. તેમાં ઉદયપુર, જોધપુર, જેસલમેર જેવા ડેસ્ટિનેશનમાં ગુજરાતમાંથી મોટાપાયે લગ્નોનું આયોજન થતું હોય છે. રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિગનો બિઝનેસ વાર્ષિક રૂપિયા ૧૫૦૦ કરોડ આસપાસનો હોવાનું કહેવાય છે. જેમાં હોટેલ-રિસોર્ટ જ નહીં પણ ટ્રાવેલિગ, ફૂડ એન્ડ લોજિગ, ટ્રાન્સપોર્ટેશન, કેટરિગ, ડેકોરેશન, ફોટોગ્રાફી ફલોરલ ડિઝાઇન, મેકઅપ અને લોકકળા, હસ્તકળા જેવા અનેકવિધ નાના-મોટા સ્થાનિક વ્યવસાય અને ઓળખને ગ્રોથ મળે છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
