<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિકલ્પ નહીં પરંતુ પૂરક છે: નરેન્દ્રભાઇ

BRICS સંમેલનના બીજા દિવસે પીએમ મોદીનું વૈશ્વિક નેતાઓને સંબોધન

નવી દિલ્હીઃ રાજેધાની દિલ્હીના ભવ્ય ભારત મંડપમ ખાતે આયોજિત બ્રિક્સ શિખર સંમેલનનો આજે બીજો અને અત્યંત મહત્ત્વપૂર્ણ દિવસ છે. આજે વિશ્વભરના ભાગીદાર અને આમંત્રિત દેશોના વડાઓ એકત્રિત થઈને વૈશ્વિક વિકાસ અને સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ મહાસંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિવિધ દેશોના રાષ્ટ્રપતિઓ સાથે મુલાકાત કરીને આંતરરાષ્ટ્રીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.

 

સવારે 9:55 વાગ્યે ભારત મંડપમના લેવલ 2 પર BRICS પાર્ટનર દેશો અને આઉટરીચ માટે આમંત્રિત દેશોના નેતાઓ અને મંત્રીઓનું આગમન થયુ હતું.

સવારે 10:35 વાગ્યે ભારત મંડપમના લેવલ 2 પર ફેમિલી ફોટો યોજાયેલ.

 

જયારે 10:50 વાગ્યે સમિટ હોલ, લેવલ 2, ભારત મંડપમમાં ‘બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનિબિલિટી: શેપિંગ ધ ફ્યુચર ફોર ઇન્ક્લુઝિવ ગ્લોબલ ગ્રોથ’ વિષય પર ઓપન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

BRICS નેતાઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિકલ્પ નહીં પરંતુ પૂરક છે.તેમણે નાના ઉદ્યોગો માટે 'BRICS MSME કોઓપરેશન પોર્ટલ' અને શહેરી પરિવહન માટે 'BRICS અર્બન મોબિલિટી હબ' ની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે 'BRICS ડિજિટલ સેન્ટર ઓફ એક્સેલન્સ' ની સ્થાપના અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર દ્વારા પરંપરાગત જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને વૈશ્વિક અને સમાવેશી વિકાસને વેગ આપવા પર ભાર મૂક્યો હતો.

 

નરેન્દ્રભાઇ આજે બપોરે 2:30 વાગ્યે કઝાકિસ્તાનના પ્રમુખ કાસિમ-જોમાર્ટ ટોકાયેવ સાથે બેઠક.

બપોરે 3 વાગ્યે ફિલિપાઇન્સના પ્રમુખ ફર્ડિનન્ડ આર. માર્કોસ જુનિયર સાથે બેઠક.

બપોરે 3:30 વાગ્યે ઈજિપ્તના પ્રમુખ અબ્દેલ ફતહ અલ-સીસી સાથે બેઠક.

સાંજે 4:10 વાગ્યે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ માતામેલા સિરિલ રામાફોસા સાથે બેઠક.

સાંજે 4:40 વાગ્યે બુરુન્ડીના પ્રમુખ એવરિસ્ટે નાદાઇશિમિયે સાથે બેઠક.

સાંજે 5:10 વાગ્યે નાઈજીરિયાના ઉપ પ્રમુખ સેનેટર કાશિમ શેટ્ટીમા સાથે બેઠક.

સાંજે 5:40 વાગ્યે યુગાન્ડાના ઉપ પ્રમુખ જેસિકા અલુપો સાથે બેઠક યોજનાર છે.

(11:42 AM IST)