<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં કારમી હાર બાદ ટ્રમ્પના સમર્થકોમાં અસંતોષ : મેગા આંદોલનના નેતૃત્વ સામે સવાલો

ઈરાન યુદ્ધ અને મોંઘવારી જવાબદાર હોવાની ચર્ચા જોર પકડતી જાય છે

વોશિંગ્ટન: અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષની હાર બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. 

નવા તપાસાત્મક અહેવાલ મુજબ ટ્રમ્પ સમર્થક જૂથોમાં થયેલી ચર્ચાઓના વિશ્લેષણમાં ૨૦ ટકાથી વધુ સંબંધિત પોસ્ટમાં આંદોલનના નેતૃત્વ અને દિશા અંગે શંકા વ્યક્ત થઈ હતી. 

ઈરાન યુદ્ધ, પેટ્રોલના વધેલા ભાવ, જીવનનિર્વાહનો ખર્ચ અને ચૂંટણીમાં આપેલાં વચનો અંગે અસંતોષ વ્યક્ત થયો છે. જોકે કેટલાક પ્રભાવશાળી સમર્થકો ટ્રમ્પની નીતિઓને વધુ મજબૂત રીતે આગળ વધારવાની તરફેણ કરે છે. આમ રિપબ્લિકન પક્ષમાં આગામી રાજકીય દિશા અંગે આંતરિક ચર્ચા તેજ બની છે.

 

(5:54 PM IST)