<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

મુંબઈની રિયલ એસ્‍ટેટમાં ૬ મહિનાથી દિવાળીઃ કરોડોની ડિલ્‍સ

વર્ષના પહેલા ૬ મહિનામાં પાંચ કરોડથી વધુ કિંમતના દરરોજ ૧૭થી વધુ લક્‍ઝ્‍યુરિયસ ફલેટ્‍સનું વેચાણ, કુલ ૩૨,૬૨૩ કરોડ રૂપિયાનો આર્થિક વ્‍યવહાર : વરલીમાં સૌથી વધુ મોંઘા ફલેટો અને સૌથી વધુ ડીલ્‍સઃ આલીશાન અને મોંઘાદાટ ફલેટોના વેચાણમાં ૧૦.૫ ટકાનો વધારો

મુંબઇ તા.૨૯: ૨૦૨૬-૨૭ના ફાઇનેન્‍શિયલ યર દરમ્‍યાન મુંબઈના રિયલ એસ્‍ટેટ ક્ષેત્રમાં ભારે તેજી જોવા મળી હોવાનું આંકડા પરથી જણાય છે. વર્ષના પહેલા ૬ મહિના દરમ્‍યાન મુંબઈમાં લક્‍ઝ્‍યુરિયસ ફલેટોની ખરીદ અને વેચાણમાં ૩૨,૬૨૩ કરોડ રૂપિયાનો આર્થિક વ્‍યવહાર થયો હોવાનું આંકડા પરથી જાણવા મળ્‍યું છે. પાંચ કરોડ રૂપિયાથી વધુની કિમતના દરરોજ સરેરાશ ૧૭ જેટલા ફલેટોનાં ખરીદ-વેચાણ જાન્‍યુઆરીથી જૂન ૨૦૨૬ દરમ્‍યાન થયાં છે. ૬ મહિનામાં પાંચ કરોડ રૂપિયાથી વધુના ૩૧૪૫ ફલેટોનાં ખરીદ-વેચાણ કરવામાં આવ્‍યાં હતાં.

એપ્રિલથી જૂન અને જુલાઈથી સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન આલીશાન અને મોંઘાદાટ ફલેટોના વેચાણમાં ૧૦.૫ ટકાનો વધારો થયો છે. અંધેરી (વેસ્‍ટ)-વર્સોવા વિસ્‍તારમાં લક્‍ઝ્‍યુરિયસ હોમ્‍સના વેચાણમાં વર્ષના પહેલા ૩ મહિના કરતાં બમણો વધારો થયો છે, જ્‍યારે તાડદેવમાં આવાં ફલેટોના ખરીદ-વેચાણમાં ૧૨૫ ટકાનો વધારો થયો છે.

લક્‍ઝ્‍યુરિયસ હોમ્‍સની ડીલ્‍સના મામલે સૌથી વધુ આગળ પડતો વિસ્‍તાર વરલી છે. અહીં પાંચ કરોડથી વધુની કિમતનાં ૨૭૫ ફલેટોની ડીલ થઈ હતી જેની કુલ કિમત ૫૫૫૮ કરોડ રૂપિયા હતી.

 ૫૦ કરોડ રૂપિયા કરતાં વધુ કિમત હોય એવા ૨૯ ફલેટો વેચાયા. ૫૦ કરોડથી વધારે કિમત ધરાવતા ફલેટોની ડીલ્‍સમાં કુલ ૨૫૩૬ કરોડ રૂપિયાનો આર્થિક વ્‍યવહાર. વર્ષના પહેલા ૩ મહિનામાં આવી ૯ જ્‍યારે પછીના ૩ મહિનામાં ૨૦ ડીલ્‍સ થઈ એટલે સંખ્‍યા બમણા કરતાં વધુ થઈ.

 ૨૦ લાખ રૂપિયા કરતાં વધુ ભાડું હોય એવા ૮ ફલેટોના રેન્‍ટ-કોન્‍ટ્રેક્‍ટ થયા.  વરલીમાં એક ફલેટ માટે એક મહિનાના ૨૮.૫૦ લાખ રૂપિયાના ભાડાનો કોન્‍ટ્રેક્‍ટ કરવામાં આવ્‍યો, ૨૮.૫૦ લાખ રૂપિયા પ્રતિ મહિનાના હિસાબે એ ફલેટનું વાર્ષિક ભાડું ૩.૪૨ કરોડ રૂપિયા.

(9:59 AM IST)