News of Saturday, 7th November 2026
દિવાળી ટાણે ફટાકડા બજાર ફીકી.. ગ્રાહકોને મોંઘવારી નડી કે..?
દર વર્ષની સરખામણીએ ગ્રાહકોની ભીડ ઓછી ભાવમાં ૨૦ થી ૩૦%નો વધારો, વેપારીઓ પણ નિરાશ

દિવાળીના તહેવારની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે અને ચારેય તરફ દિવાળી પર્વને લઇ ખરીદીઓ કરવામાં આવી રહી છે, જોકે, દિવાળી ટાણે ફટાકડા બજારમાં ખરીદી માહોલ બરોબરનો જોવા મળી રહ્યો નથી. દર વર્ષે દિવાળીના આગલા દિવસોમાં ફટાકડાની દુકાનો અને હોલસેલ બજારોમાં ગ્રાહકોની ભારે પડાપડી જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ કંઈક અલગ જ છે. બજારમાં ગ્રાહકોની પાંખી ભીડ જોવા મળી રહી છે, જેના કારણે વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે.

આ વર્ષે ફટાકડા બજારમાં મંદી છવા પાછળનું મુખ્ય કારણ ભાવમાં થયેલો તોતિગ વધારો માનવામાં આવે છે. કાચા માલની કિમતો, ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન ખર્ચ વધવાને કારણે આ વર્ષે ફટાકડાના ભાવમાં ૨૦થી ૩૦ ટકા સુધીનો મોટો વધારો થયો છે. મોંઘવારી વચ્ચે બજેટ સાચવતા મધ્યમ વર્ગના ગ્રાહકો માટે ફટાકડા ખરીદવા મોંઘા સાબિત થઈ રહ્યા છે. પરિણામે, લોકોએ ખરીદીનું પ્રમાણ ઘટાડી દીધું છે અથવા તો પરંપરાગત ફટાકડાને બદલે માત્ર ફૂલઝર અને તારામંડળ સુધી જ પોતાની મર્યાદા રાખી છે.
ગ્રાહકોની પાંખી ઉપસ્થિતિને કારણે ફટાકડાના વેપારીઓમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. તહેવારની સિઝનમાં જ્યાં વેપારીઓ સારો નફો કમાવાની આશા રાખતા હતા, ત્યાં વેપાર મંદ પડતા તેઓ ચિતિત છે. તેમ છતાં, સુરક્ષાને પ્રાથમિકતા આપતા વેપારીઓએ આ વર્ષે ખાસ તકેદારી રાખી છે. સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન કરતા તમામ અગ્રણી વેપારીઓએ પોતાની દુકાનો અને સ્ટોલ પર ફાયર સેફટીના સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવ્યા છે, જેથી કોઈ પણ મોટી દુર્ઘટનાથી બચી શકાય.
(10:04 AM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 