News of Saturday, 30th May 2026
હોર્મુઝ સ્ટ્રેટને લઇને ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો આદેશ:હવે અમેરિકી નેવી હટાવશે નાકાબંધી
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ શસ્ત્રો છોડવાની અને હોર્મુઝ સ્ટ્રેટને વિનામૂલ્યે ખોલવાની સ્પષ્ટ શરતો આપી: ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાને ખાતરી આપવી પડશે કે તેઓ પરમાણુ શસ્ત્રો કે પરમાણુ બોમ્બ વિકસાવશે નહીં.

મેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ મામલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ પગલાને વૈશ્વિક વેપાર અને સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાને ખાતરી આપવી પડશે કે તેઓ પરમાણુ શસ્ત્રો કે પરમાણુ બોમ્બ વિકસાવશે નહીં. હોર્મુઝ સ્ટ્રેટ જે વૈશ્વિક શિપિંગ માટે અત્યંત મહત્વનો છે, તેને હવે કોઈ પણ પ્રકારના ટોલ વગર તાત્કાલિક ખોલવા માટેની શરત મૂકવામાં આવી છે. ટ્રમ્પે ઈરાનને નિર્દેશ આપ્યો છે કે સ્ટ્રેટમાં જો કોઈ પાણીની અંદરની ખાણો બાકી હોય, તો તેને તાત્કાલિક દૂર કરવી પડશે.
અમેરિકી નૌકાદળની અસાધારણ નાકાબંધીના કારણે જે જહાજો ફસાયા હતા, તેમને હવે ઘરે પાછા ફરવાની પરવાનગી આપવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાના પાવરફુલ B2 બોમ્બર બાદ ઈરાનના પરમાણુ ઠેકાણાઓને ભારે નુકસાન થયું છે. હવે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી [IAEA] ના સહયોગથી બાકી રહેલી પરમાણુ સામગ્રીને સંપૂર્ણપણે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ડીલમાં હાલ કોઈ નાણાકીય લેવડદેવડ કરવામાં આવી નથી.
નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, વ્યૂહાત્મક રીતે અતિ સંવેદનશીલ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાંથી અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ, તેમણે ઈરાન સમક્ષ કડક શરતો પણ મૂકી છે, જેમાં પરમાણુ શસ્ત્રોનો ત્યાગ અને સ્ટ્રેટને વિનામૂલ્યે વૈશ્વિક વેપાર માટે ખુલ્લો મૂકવાનો સમાવેશ થાય છે. આ જાહેરાત બાદ વૈશ્વિક સ્તરે સુરક્ષા અને વેપારના નવા સમીકરણો રચાય તેવી શક્યતા સેવાઈ રહી છે
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
