<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તપાસ મુદ્દે વાતચીત બંધ કરવાની ધમકી ઉચ્‍ચારી

પરમાણુ ઠેકાણાઓની તપાસ ઠેરની ઠેરઃ અમેરિકા અને ઈરાન ફરી સામસામે નવી દિલ્‍હીઃ અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સ્‍પષ્ટ ચેતવણી આપી છે કે જો ઈરાન આ તપાસ માટે તૈયાર નહીં થાય, તો અમેરિકા વાટાઘાટો તાત્‍કાલિક અસરથી બંધ કરી દેશે.

સ્‍વિટ્‍ઝર્લેન્‍ડમાં બંને દેશોની ટેકનિકલ ટીમો વચ્‍ચે મહત્‍વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે, ત્‍યારે જ આ અસંમતિ સપાટી પર આવી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્‍તા ઇસ્‍માઇલ બઘાઈએ અમેરિકી ઉપરાષ્‍ટ્રપતિ જે.ડી. વેન્‍સના નિવેદનને નકારી કાઢતા જણાવ્‍યું હતું કે, ગત વર્ષે અમેરિકા દ્વારા બોમ્‍બમારો કરાયેલી પરમાણુ સાઇટ્‍સની તપાસ માટે હજુ કોઈ સમયપત્રક નક્કી કરાયું નથી.

જ્‍યારે અમેરિકાનો દાવો છે કે આ તપાસ અંગેની તમામ બાબતો અગાઉથી જ નક્કી થઈ ચૂકી હતી. રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પે આકરો વલણ અપનાવતા કહ્યું કે, જો ઈરાન પોતાની વાત પરથી મુકરશે તો ડિલ રદ થઈ શકે છે, જોકે તેમણે ઉમેર્યું કે તપાસ શરૂ કરવામાં કોઈ ઉતાવળ નથી.

ગયા અઠવાડિયે જ બંને દેશો વચ્‍ચે એક પ્રારંભિક સમજૂતી થઈ હતી. આ ડીલ અંતર્ગતઃ જ્જ ઈરાન પોતાના સંવર્ધિત યુરેનિયમ સ્‍ટોકમાં ઘટાડો કરશે. જ્જ બદલામાં અમેરિકા ઈરાન પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો હટાવશે.

મોટી અને અંતિમ ડીલ સુધી પહોંચવા માટે બંને પક્ષોને ૬૦ દિવસનો સમય મળ્‍યો છે. ઈરાન સતત એવો દાવો કરી રહ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ માત્ર શાંતિપૂર્ણ હેતુઓ માટે જ છે, પરંતુ નિષ્‍ણાતોના મતે તેની પાસે એટલું યુરેનિયમ ઉપલબ્‍ધ છે જેનાથી પરમાણુ બોમ્‍બ બનાવી શકાય છે.

(3:26 PM IST)