<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

ગર્વ ન કરવો, ગર્વ આવ્‍યો તો ગૌરવનો નાશ થશે : પૂ. મોરારીબાપુ

હરિદ્વારમાં ‘‘માનસ અમૃતમગમય'' શ્રી રામ શ્રવણનો લાભ લેતા ભાવિકો

રાજકોટ, તા. ૭ :  તીર્થભૂમિ હરિદ્વારમાં ગંગા મૈયાની સાક્ષીએ ગઇકાલે -કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહ્યું હતું કે માનસ અમૃતમગમય વિશે સંવાદ કરી રહ્યાં છીએ ત્‍યારે ત્રિભુવનને પ્રકાશ આપનાર કોણ છે ? તુલસીજી દોહાવલિમાં કહે છે.

તુલસી કહે છે આ ત્રિભુવનને એવો સાધુ પ્રકાશ આપે છે જે સઘન એટલે સમૃધ્‍ધ હોય, હિરામણી-ઝવેરાત-પૈસાના અર્થમાં સઘન નહીં પણ ધર્મશીલ હોય છતાંય વિનમ્ર હોય ગુજરાત સાહિત્‍ય પરિષદના મહામંત્રી સમીર ભટ્ટ એક સુંદર વ્‍યાખ્‍યા આપે છે કે મીરાબાંઇ એમ કહે કે પાયોજી મૈને રામ રતન ધન પાયો એમા અને એવું સમજાય છે કે પાયોજી મૈને઼ રામ રટણ ધન પાયો ! તો આ રામ રટણ-રામ સ્‍મરણની મૂડીના સંદર્ભમાં સઘનતા સબબ-એટલે જેનું આત્‍મબળ સમર્થ હોય અને સુસાઇ એટલે જેના ઉપર કોઇ બુધ્‍ધપુરૂષ-ગુરૂનું છત્ર હોય, જેની પરમ-પવિત્ર પરંપરા હોય એવા ગુરૂની કૃપા હોય તે અભિમાન રહિત રહે અને અહંકારમુકત હોય એ જ ત્રિભુવનને અજવાળુ આપી શકે. વૈષ્‍ણવ સંપ્રદાયના અષ્‍ટસખા કવિનંદદાસ ગુરૂ મહાપ્રભુ વલ્લભાચાર્યજી પાસે જાય છે અને બન્ને વચ્‍ચે કોઇ સંવાદ નથી થતો પણ ગુરૂ અને શિષ્‍ટ બન્ને રડે છે. એટલે સુસાંઇની અર્થ એ કે કોઇ સમર્થ ગુરૂનું છત્ર આપણને ગર્વ-અભિમાનથી મુકત કરે. કયારેય કોઇ વાતનો ગર્વ ન કરશો, ગર્વ-આવ્‍યો તો જે કાંઇ ગૌરવ કે તપ જમા થયું હશુ એનો નાશ થશે. અમારી સંતવાણીમાં ગવાય છે કે ગર્વ કિયો સોઇનરકારીઓ, સિયારામજીસે ગર્વ કિયો સિસોઇ નર કારીયો.

પૂ. મોરારીબાપુએ કહ્યું કે કર્મથી ફળતો મળશે જ પણ એ કર્મના ફળનો ત્‍યાગ ફળની ઇચ્‍છાનો પણ ત્‍યાગ જ અમૃતના માર્ગ તરફ લઇ જશે. ઓશોનું એક પુસ્‍તક છે. મનકુસંગ છે પણ મારે કહેવું હોય તો હું એમ કહીશ કે મન સત્‍સંગ છે. ઓશો એ એમની દૃષ્‍ટિથી કહ્યું હશે પણ મન એક અવતાર છે. આપણે ત્‍યાં દશાવતાર છે એ બધાંજ અવતાર મન અવતાર છે. તો મને સતસંગ છે.  (૯.રપ)

-મનોજ જોશી

‘મજો', રાજકોટ

મો. ૮૧૪૦ર ૧૩૧૩૦, ૯૪ર૬ર ૪ર૧૧પᅠᅠ

(3:10 PM IST)