News of Wednesday, 11th November 2026
મોંઘવારીનો ડબલ ઝાટકો! : મધર ડેરી બાદ હવે અમૂલે પણ દૂધના ભાવમાં કર્યો વધારો : આવતીકાલથી જ નવા દરો અમલી
અમૂલ ગોલ્ડ: પ્રતિ લિટર ₹૪ નો વધારો કરવામાં આવ્યો * અમૂલ તાજ: પ્રતિ લિટર ₹2 નો વધારો કરવામાં આવ્યો અમૂલ તાજા અડધો લિટર રૂ. ૩૦, ગોલ્ડ રૂ. ૩૭, ગાયનું દૂધ રૂ. ૩૨ અને ટી-સ્પેશિયલ એક લિટર રૂ. ૭૦ : દહીં-છાશના ભાવમાં પણ ફેરફાર

આણંદ: દેશમાં સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો વધુ એક બોજ ઝીંકાયો છે. મધર ડેરી દ્વારા દૂધના ભાવ વધારવાની જાહેરાત કર્યાના તુરંત બાદ હવે ‘અમૂલ’ બ્રાન્ડ હેઠળ દૂધ અને ડેરી ઉત્પાદનોનું વિપણન કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા પણ સમગ્ર દેશમાં દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ૧૨ નવેમ્બર ૨૦૨૬થી અમૂલના તમામ મુખ્ય દૂધ ઉત્પાદનો (પેકેટ મિલ્ક)ના ભાવમાં અંદાજે ૪ થી ૫ ટકા સુધીનો વધારો અમલી બનશે.
તાઝા અને ગોલ્ડ દૂધના નવા દરો: અમૂલ ફેડરેશન દ્વારા કરવામાં આવેલા નવા ભાવવધારા મુજબ, સૌથી વધુ વેચાણ ધરાવતા ‘અમૂલ તાઝા’ (ટોન્ડ મિલ્ક)ના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા ૨ નો વધારો કરાયો છે, જે ૩.૩ ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે ૬ ટકા ફેટ ધરાવતા ‘અમૂલ ગોલ્ડ’ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા ૪ નો વધારો કરવામાં આવ્યો છે, જે ૫.૫ ટકાનો વધારો છે.
દેશભરમાં આવતીકાલથી જ નવા દરો અમલી ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મધર ડેરીએ પણ પોતાના દૂધના દરોમાં પ્રતિ લિટર રૂપિયા ૨ થી ૪ સુધીના વધારાની જાહેરાત કરી હતી. ત્યારે હવે અમૂલ દ્વારા કરાયેલો આ ભાવવધારો ૧૨ નવેમ્બર એટલે કે આવતીકાલથી જ સમગ્ર ભારતમાં લાગુ થઈ જશે. ઉપરાઉપરી બે મોટી ડેરી બ્રાન્ડ્સ દ્વારા કરાયેલા ભાવવધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાશે અને આમ જનતાને મોંઘવારીનો ડબલ ઝાટકો સહન કરવાનો વારો આવશે.
દિવાળીના તહેવારો બાદ સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતા દૂધ, દહીં અને છાશ સહિતની વિવિધ પ્રોડક્ટના વેચાણભાવ અને વિક્રેતાઓના માર્જિનમાં ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. નવા ભાવ ગુરુવાર, તા. ૧૨ નવેમ્બરથી અમલમાં આવશે. આ અંગે સંઘ દ્વારા આજે સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
પરિપત્ર મુજબ અમૂલ તાજા દૂધના ૫૦૦ મિલીના પેકેટનો ભાવ રૂ. ૩૦, અમૂલ ગોલ્ડના ૫૦૦ મિલીનો રૂ. ૩૭, અમૂલ ગાયના દૂધના ૫૦૦ મિલીનો રૂ. ૩૨, અમૂલ ભેંસના દૂધના ૫૦૦ મિલીનો રૂ. ૩૮ અને અમૂલ ચા મજાના ૫૦૦ મિલીનો રૂ. ૩૦ તથા એક લિટરનો રૂ. ૫૯ દર્શાવવામાં આવ્યો છે. અમૂલ ટી-સ્પેશિયલના એક લિટરના પેકેટનો ભાવ રૂ. ૭૦ નક્કી કરાયો છે.
અમૂલ મસ્તી દહીંના ૩૮૦ ગ્રામના પાઉચનો ભાવ રૂ. ૩૭, એક કિલોના પાઉચનો રૂ. ૮૫, ૨૦૦ ગ્રામના કપનો રૂ. ૨૬ અને ૮૦ ગ્રામના કપનો રૂ. ૧૦ દર્શાવાયો છે. અમૂલ પ્રો છાશના ૪૦૦ મિલીના પાઉચનો ભાવ રૂ. ૧૫ તથા ૬૨૦ મિલીનો રૂ. ૨૦ રાખવામાં આવ્યો છે.
પરિપત્રમાં અમૂલ તાજાના છ લિટરના પેક માટે રૂ. ૩૬૦, ગોલ્ડ માટે રૂ. ૪૪૪ અને ભેંસના દૂધ માટે રૂ. ૪૫૬ની છાપેલી મહત્તમ છૂટક કિંમત દર્શાવવામાં આવી છે. જોકે સંઘે આ પેક માટે અલગ વેચાણભાવ પણ દર્શાવ્યા છે.
સંઘના મેનેજિંગ ડિરેક્ટરની સહીથી જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે અમૂલ તાજાના ૧૪૦ મિલી તથા અમૂલ છાશના ૬૨૦ મિલીના નવા ભાવ નવા પેકિંગ માટેની ફિલ્મ રોલ ઉપલબ્ધ થયા બાદ અમલમાં આવશે. નવા માર્જિન સંબંધિત અગાઉના પરિપત્રો રદ ગણાશે.
દૂધ અને તેની બનાવટો રોજિંદા વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ હોવાથી ભાવમાં થયેલા વધારાની અસર સામાન્ય પરિવારોના ઘરખર્ચ ઉપર પડવાની સંભાવના છે.
અમુલ દૂધના ભાવમા આવતીકાલે ૧૨ નવેમ્બર ૨૦૨૬થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે
અમૂલ ગોલ્ડ: પ્રતિ લિટર ₹૪ નો વધારો કરવામાં આવ્યો છે.
અમૂલ તાજ: પ્રતિ લિટર ₹૨ નો વધારો કરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનો તા. ૧૧-૧૧-૨૦૨૬નો પરિપત્ર. મે મહિનાના પ્રકાશિત ભાવોની સરખામણીએ તાજા, ગોલ્ડ, ગાયનું દૂધ અને ટી-સ્પેશિયલ મોંઘાં થયાં છે. જોકે પરિપત્રમાં દરેક પ્રોડક્ટનો તાત્કાલિક અગાઉનો ભાવ આપેલો નથી, તેથી દરેકમાં કેટલા રૂપિયાનો વધારો થયો છે તે નિશ્ચિત રીતે દર્શાવાયો નથી.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
