તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
FBI ના મોસ્ટ વોન્ટેડ ભાગેડુની પંજાબમાં નાટ્યાત્મક ધરપકડ: અમેરિકામાં કરિયાણાની દુકાનની આડમાં આચર્યું આશરે રૂ. ૫.૬૬ કરોડનું કૌભાંડ, કેનેડા થઈને ભાગ્યો હતો ભારત!
SNAP કલ્યાણ યોજનામાં કરોડોની છેતરપિંડી આચરનાર ભારતીય મૂળના મનજીત સિંહ બેદીને જાલંધર પોલીસે ઝડપી પાડ્યો: FBI એ જાહેર કર્યું હતું $૧૫૦,૦૦૦ નું ઈનામ

જાલંધર : અમેરિકાની સુપ્રસિદ્ધ તપાસ એજન્સી FBI માટે માથાનો દુખાવો બનેલા અને "મોસ્ટ-વોન્ટેડ ફ્રોડ" ની યાદીમાં સામેલ ભારતીય મૂળના ભાગેડુ મનજીત સિંહ બેદીની પંજાબની જાલંધર કમિશનરેટ પોલીસે નાટ્યાત્મક રીતે ધરપકડ કરી લીધી છે. પંજાબ પોલીસના ડિરેક્ટર જનરલ (DGP) ગૌરવ યાદવે શુક્રવારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કને તોડી પાડવા અને વિદેશમાં ગુના કરીને ભારતમાં આશરો લેતા ભાગેડુઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાન હેઠળ આ મોટી સફળતા મળી છે.
શું છે સમગ્ર કૌભાંડ અને કોણ છે મનજીત સિંહ બેદી?
ભારતમાં જન્મેલો અને હવે યુએસ નાગરિકત્વ ધરાવતો મનજીત સિંહ બેદી અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના ટાકોમા શહેર ખાતે 'એશિયન ગ્રોસરી સ્ટોર' નામની કરિયાણાની દુકાન ચલાવતો હતો. તે અમેરિકન સરકારની ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટેની 'સપ્લિમેન્ટલ ન્યુટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ' (SNAP) એટલે કે ફૂડ સ્ટેમ્પ યોજનામાં કૌભાંડ આચરતો હતો.
તે ગ્રાહકોના ઇલેક્ટ્રોનિક બેનિફિટ ટ્રાન્સફર (EBT) કાર્ડમાંથી ખોરાક આપવાના બદલે કાર્ડ સ્વાઇપ કરી રોકડ રકમ આપતો હતો અને ૫૦ ટકા કમિશન પોતાની પાસે રાખી લેતો હતો. ઉદાહરણ તરીકે, જો $૧૦૦ નો ટ્રાન્ઝેક્શન થાય, તો તે $૫૦ ગ્રાહકને આપતો અને $૫૦ પોતે પચાવી પાડતો હતો. માર્ચ ૨૦૨૪ થી જૂન ૨૦૨૫ દરમિયાન તેણે આ રીતે યુએસ સરકાર સાથે આશરે $૬૦૦,૦૦૦ (અંદાજે રૂ. ૫.૬૬ કરોડ) ની મોટી છેતરપિંડી આચરી હતી.
કોર્ટમાંથી જામીન મળતાં જ પાસપોર્ટ વિના કેનેડા રસ્તે ભારત ભાગ્યો:
વાયર ફ્રોડ અને ફૂડ સ્ટેમ્પ છેતરપિંડીના આરોપો હેઠળ દોષિત ઠેરવાયા બાદ કોર્ટે તેને પાસપોર્ટ જમા કરાવી વોશિંગ્ટનમાં રહેવાની શરતે હાજર રહેવાની છૂટ આપી હતી. જોકે, બેદી ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને કેનેડા પહોંચ્યો હતો અને એપ્રિલ ૨૦૨૬ માં ત્યાંથી ભારત ભાગી આવ્યો હતો.
આ વર્ષના મે મહિનામાં વોશિંગ્ટનની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ ફેડરલ એરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું હતું અને FBI એ તેના પર $૧૫૦,૦૦૦ નું ઈનામ પણ જાહેર કર્યું હતું. આખરે પંજાબ પોલીસે તેને જાલંધરમાંથી શોધી કાઢી સળિયા પાછળ ધકેલી દીધો છે.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
