<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

મુન્‍દ્રામાં DRI એઓપરેશનઃ અખાતી દેશોથી આવેલા ૧૮ કન્‍ટેનર અટકાવ્‍યાં

મિસ ડિકલેરેશન કરી ગૂડ્‍સની આડમાં દાણચોરી કરવાનું કૌભાંડ : પ્રાથમિક તપાસમાં ત્રણ કન્‍ટેનરમાંથી કરોડો રૂપિયાની ઇમ્‍પોર્ટેડ સિગારેટનો જથ્‍થો મળી આવતાં કસ્‍ટમ અને તપાસ એજન્‍સીઓમાં દોડધામ

નવી દિલ્‍હી તા.૭: અખાતી દેશોમાંથી આયાત કરવામાં આવેલા શંકાસ્‍પદ કન્‍ટેનરો મારફતે ઇમ્‍પોર્ટેડ સિગારેટની દાણચોરી કરવાના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવા ડિરેક્‍ટોરેટ ઓફ રેવન્‍યૂ ઇન્‍ટેલિજન્‍સ (DRI) દ્વારા મુન્‍દ્રા પોર્ટ પર સિક્રેટ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું છે. DRIઅધિકારીઓએ મુન્‍દ્રા પોર્ટ પર આવેલા ૧૮ શંકાસ્‍પદ કન્‍ટેનરો અટકાવીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં  ત્રણ કન્‍ટેનરમાંથી કરોડો રૂપિયાની ઇમ્‍પોર્ટેડ સિગારેટનો જથ્‍થો મળી આવતાં કસ્‍ટમ અને તપાસ એજન્‍સીઓમાં દોડધામ મચી ગઈ છે. હજુ અન્‍ય કન્‍ટેનરો ખોલવાના બાકી હોવાથી સિગારેટનો જથ્‍થો અને તેની કિમતમાં મોટો વધારો થવાની શક્‍યતા છે.

DRI નેબાતમી મળી હતી કે ચોક્કસ ઇમ્‍પોર્ટર કસ્‍ટમ વિભાગ સમક્ષ બિલ ઓફ એન્‍ટ્રી સહિતના જરૂરી દસ્‍તાવેજો ફાઇલ કરીને ગુડ્‍સની આયાત દર્શાવે છે, પરંતુ વાસ્‍તવમાં જે તે માલની આડમાં વિદેશી સિગારેટ છુપાવીને લાવવામાં આવી રહી છે. આ પ્રકારના મિસ ડિકલેરેશનની માહિતીના આધારે ઝય્‍ત્‍એ મુન્‍દ્રા પોર્ટ પર પહોંચેલા શંકાસ્‍પદ કન્‍ટેનરોનું ક્‍લિયરન્‍સ અટકાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ત્રણ કન્‍ટેનરમાંથી ઇમ્‍પોર્ટેડ સિગારેટનો જથ્‍થો મળી આવ્‍યો હતો.

આ ઓપરેશનમાં આયાતકારો ઉપરાંત કસ્‍ટમ હાઉસ એજન્‍ટો પણ  DRI  રડારમાં આવ્‍યા છે. પ્રાથમિક તપાસમાં સિગારેટ અને સોપારીની દાણચોરી સાથે સંકળાયેલી ગેંગ સક્રિય હોવાની વિગતો સામે આવી છે. આ કન્‍ટેનરો મુન્‍દ્રા પોર્ટથી દિલ્‍હી સ્‍થિત તુઘલકાબાદ  તરફ મોકલવાના હતા. જોકે, માલ આગળ પહોંચે તે પહેલાં જ DRIએ કાર્યવાહી કરીને દાણચોરીનો પ્રયાસ નિષ્‍ફળ બનાવ્‍યો છે. આ મામલે ઝય્‍ત્‍એ અમદાવાદ અને દિલ્‍હીના બે શખ્‍સોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.અગાઉ પણ મુન્‍દ્રા પોર્ટ પરથી ઇ-સિગારેટ અને ચીનથી લાવવામાં આવેલા પ્રતિબંધિત ફટાકડાનો જથ્‍થો પકડાયો હતો. હવે ફરી એકવાર ઇમ્‍પોર્ટેડ સિગારેટની દાણચોરીનું નેટવર્ક સક્રિય થતાં DRIએ તપાસનો વ્‍યાપ વધાર્યો છે. અગાઉ આ જ પ્રકારે કેટલાં કન્‍ટેનરો મારફતે સિગારેટની આયાત કરવામાં આવી હતી અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ ચાલી રહી છે.હાલમાં બાકી રહેલા કન્‍ટેનરો ખોલવાની કામગીરી ચાલુ છે. તમામ કન્‍ટેનરોની તપાસ અને સિગારેટના જથ્‍થાનું પ્રમાણ નક્કી થયા બાદ કુલ કિમત તથા દાણચોરીના નેટવર્ક અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્‍યતા છે.(૩૮.૭)

(10:05 AM IST)