News of Wednesday, 4th November 2026
ઉત્તરાખંડમાં દારૂના નશામાં ભત્રીજાએ કાકા-કાકીની લોખંડના સળિયાથી હત્યા કરી : બેવડી હત્યાથી હાહાકાર: વર્ષો જૂની અદાવતમાં લોહિયાળ ખેલ : બચાવવા આવેલી પુત્રવધૂ ઉપર પણ હુમલો : બાળકીને રૂમમાં બંધ કરી મહિલાએ જીવ બચાવ્યો : આરોપી ઝડપાયો

બાગેશ્વર, તા. ૪ : ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાની ગરુડ તાલુકાના નરગવાડી ગામમાં રવિવારે રાત્રે બનેલી બેવડી હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પોલીસના જણાવ્યા મુજબ ગોવિંદ બલ્લભ ખોલિયા નામના ૫૨ વર્ષના શખ્સે પોતાના કાકા પૂરણચંદ્ર ખોલિયા (૭૦) અને કાકી ભગવતીદેવી (૬૨) ઉપર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો.
આરોપી દારૂના નશામાં હતો અને બંને પરિવારો વચ્ચે આશરે દસ વર્ષથી જૂની અદાવત તથા કાનૂની વિવાદ ચાલતો હતો. આરોપીએ પ્રથમ કાકી અને ત્યારબાદ કાકા ઉપર હુમલો કર્યો હતો. બચાવવા આવેલી પુત્રવધૂ ઉપર પણ હુમલો થતાં તે બાળકીને લઈને રૂમમાં બંધ થઈ ગઈ હતી અને પોતાનો જીવ બચાવ્યો હતો.
ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધ દંપતીને હોસ્પિટલ લઈ જવાતાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી આરોપી ગોવિંદ બલ્લભ ખોલિયાની ધરપકડ કરી હતી.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
