તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧૦, શુક્રવાર
News of Tuesday, 12th May 2026
દુબઈમાં હવે માત્ર મહિલાઓ માટેનો બીચ ઝોન
આ બીચ પર વોટર-સ્પોર્ટ્સની વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે

દુબઈ,તા.૧૨: પ્રવાસન ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતું દુબઈ હવે વધુ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દુબઈ પ્રશાસને અલ મામઝાર બીચ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ધાટન કર્યું છે. ખોર અલ મામઝાર ખાતે તૈયાર કરવામાં આવેલા આ નવા કોસ્ટલ ડેસ્ટિનેશનમાં મહિલાઓની પ્રાઇવસી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ માત્ર મહિલાઓ માટેનો બીચ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે.
અહીં મહિલાઓ કોઈ પણ ખચકાટ વિના સમુદ્રકિનારાની મજા માણી શકશે. આ વિસ્તારમાં પુરુષોના પ્રવેશ પર મનાઈ રહેશે. બીચ પર અત્યાધુનિક લાઇટિગ અને સુરક્ષા-વ્યવસ્થા કરવામાં આવી છે જેને કારણે પ્રવાસીઓ દિવસની જેમ રાત્રે પણ સુરક્ષિત રીતે સ્વિમિગનો આનંદ માણી શકશે. આ પ્રોજેક્ટમાં પ્રદેશનો પ્રથમ ફલોટિગ વોકવે (તરતો રસ્તો) પણ બનાવવામાં આવ્યો છે જે પ્રવાસીઓને સમુદ્રની વચ્ચે ચાલવાનો અનોખો અનુભવ આપશે.
આ બીચ પર વોટર-સ્પોર્ટ્સની વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દુબઈ સરકારના આ આધુનિકીકરણ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસીઓને વિશ્વકક્ષાની સુવિધાઓ આપવાની સાથે-સાથે સ્થાનિક સંસ્કૃતિ અને મહિલાઓની સુરક્ષા જાળવવાનો પણ છે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
