<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

તહેવારોમાં ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા રૂ.૨૪,૦૦૦ કરોડની ચીજવસ્‍તુઓનું વેચાણ

ગ્રાહકોએ એમેઝોન, ફિલપકાર્ટ, મીશો અને એજિયો સહિતના વિવિધ ઓનલાઇન પ્‍લેટફોર્મ પર કુલ મળીને આશરે ૮થી ૯ કરોડ ઓર્ડર આપ્‍યા : ભારતમાં તહેવારો દરમિયાન ઓનલાઇન ખરીદીનો વ્‍યાપ સતત વધી રહ્યો છેઃ ગ્રાહકો માત્ર મોબાઇલ ફોન સુધી મર્યાદિત ન રહેતાં ફેશન, ઇલેક્‍ટ્રોનિક્‍સ અને ઘરવપરાશનાં ઉપકરણો પર પણ મોટા પ્રમાણમાં ખર્ચ કરી રહ્યા છે

નવી દિલ્‍હી,તા.૧૨:  તહેવારોની સીઝનની સેલના પ્રથમ બે દિવસમાં ઈ-કોમર્સ કંપનીઓએ આશરે રૂ. ૨૪,૦૦૦ કરોડની ચીજવસ્‍તુઓનું વેચાણ કર્યું છે. ઓર્ડરની સંખ્‍યામાં જોરદાર વધારો થવાને કારણે આ વેચાણ નોંધાયું હતું. વેચાણના મૂલ્‍યની લ્લષ્ટિએ મોબાઇલ ફોનનો હિસ્‍સો સૌથી વધુ રહ્યો હતો,એમ અહેવાલ કહે છે.

કન્‍સલ્‍ટિંગ કંપનીના અંદાજ મુજબ ગ્રાહકોએ એમેઝોન, ફિલપકાર્ટ, મીશો અને એજિયો સહિતના વિવિધ ઓનલાઇન પ્‍લેટફોર્મ પર કુલ મળીને આશરે ૮થી ૯ કરોડ ઓર્ડર આપ્‍યા હતા. રેડસીર સ્‍ટ્રેટેજી કન્‍સલ્‍ટન્‍ટ્‍સના એસોસિયેટ પાર્ટનર નિખિલ દલાલે જણાવ્‍યું હતું કે શરૂઆતના બે દિવસના આંકડા દર્શાવે છે કે ભારતમાં તહેવારો દરમિયાન ઓનલાઇન ખરીદીનો વ્‍યાપ સતત વધી રહ્યો છે.

ખરીદીમાં થયેલા આ વધારામાં ઓર્ડરની સંખ્‍યાનો મુખ્‍ય ફાળો રહ્યો છે. ગ્રાહકો માત્ર મોબાઇલ ફોન સુધી મર્યાદિત ન રહેતાં ફેશન, ઇલેક્‍ટ્રોનિક્‍સ અને ઘરવપરાશનાં ઉપકરણો પર પણ મોટા પ્રમાણમાં ખર્ચ કરી રહ્યા છે. તેમના જણાવ્‍યાનુસાર સસ્‍તાં અને પોસાય તેવાં ફેશન ઉત્‍પાદનોની માગ ખાસ જોવા મળી હતી. ટિયર-૨ અને નાનાં શહેરોના ગ્રાહકોએ પોસાય તેવી કિમતે તહેવારો માટે કપડાંની ખરીદી કરી હતી.

શરૂઆતના બે દિવસમાં કુલ વેપાર મૂલ્‍ય (જીએમવી) ૨.૫ અબજ ડોલર એટલે કે આશરે રૂ. ૨૪,૨૦૦ કરોડથી વધુ રહ્યું હતું. અત્‍યાર સુધીમાં આશરે ૬થી ૬.૫ કરોડ ખરીદદારોએ આ સેલમાં ભાગ લીધો છે. કંપનીના જણાવ્‍યાનુસાર, જીએમવીમાં થયેલો આ વધારો સામાન્‍ય દિવસોમાં નોંધાતાં સરેરાશ દૈનિક વેપાર કરતાં લગભગ છ ગણો વધારે હતો. એમેઝોન અને ફિલપકાર્ટ જેવી કંપનીઓ વેચાણ વધારવા માટે પોતાની ક્‍વિક કોમર્સ સેવાઓનો ઉપયોગ કરી રહી છે અને તેના પર વધુ ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહી છે. આ સેવાઓમાં સામાન્‍ય દિવસોની સરખામણીમાં ચારથી પાંચ ગણું વધુ જીએમવી નોંધાયું હતું. એક અંદાજ મુજબ વેચાણના મૂલ્‍યની લ્લષ્ટિએ મોબાઇલ ફોન સૌથી મોટી શ્રેણી બની રહી હતી. જોકે મોટાં ઘરેલુ ઉપકરણો અને ઇલેક્‍ટ્રોનિક્‍સની વેચાણ વૃદ્ધિ બજારના સરેરાશ વૃદ્ધિદર કરતાં વધુ ઝડપી રહી હતી.

આ વર્ષે ઓક્‍ટોબરથી ડિસેમ્‍બર દરમિયાન તહેવારોની સીઝનમાં પ્રવાસ માટેની બુકિગમાં વાર્ષિક ધોરણે આશરે ૫૦ ટકાનો વધારો નોંધાયો છે. અહેવાલ મુજબ ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન દર ચાર પ્રવાસીઓમાંથી આશરે એક પ્રવાસીએ એકથી વધુ તહેવારલક્ષી પ્રવાસ કર્યા હતા. ૨૦૨૬ની તહેવારોની સીઝન માટે અત્‍યાર સુધીમાં હમ્‍પી, ગોકર્ણ, વર્કલા, ઋષિકેશ અને જયપુર સૌથી વધુ બુકિગ ધરાવતાં સ્‍થળો તરીકે ઊભરી આવ્‍યાં છે. સૌથી ઝડપથી લોકપ્રિય બની રહેલાં ટોચનાં પાંચ સ્‍થળોમાંથી ત્રણ સ્‍થળો કિન્નૌર જિલ્‍લામાં આવેલાં છે.

(2:59 PM IST)