તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૬, સોમવાર
News of Sunday, 29th November 2026
અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકાઓની તીવ્રતા વધી : શનિવારની રાતથી સવાર સુધીમાં મધ્ય કેલિફોર્નિયામાં 3.0 અને 3.2ની તીવ્રતાના બે આંચકા અનુભવાયા
હેચ હેચી જળાશયથી 16 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં અને સાન લુકાસ નજીક ધરા ધ્રૂજી : છેલ્લા કેટલાક સપ્તાહમાં આવેલા 2ની તીવ્રતાના આંચકાઓ કરતાં વધુ શક્તિશાળી કંપન : અગાઉ બાજા કેલિફોર્નિયા સુરના દરિયાકાંઠે 5.7 તેમજ ઓરેન્જ કાઉન્ટી અને મેનહટન બીચમાં પણ આંચકા નોંધાયા હતા

લોસ એન્જલસ : અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં ભૂકંપના આંચકાઓની તીવ્રતામાં ક્રમશઃ વધારો જોવા મળી રહ્યો છે, જ્યાં શુક્રવાર રાતથી શનિવાર સવાર સુધીના ગણતરીના કલાકોમાં જ મધ્ય કેલિફોર્નિયામાં અંદાજે 3ની તીવ્રતાના બે ભૂકંપ ત્રાટક્યા હતા. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)ના અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન ગોલ્ડન સ્ટેટ તરીકે ઓળખાતા કેલિફોર્નિયામાં 2ની તીવ્રતાના અનેક આંચકા આવ્યા હતા, પરંતુ તાજેતરના આ બંને આંચકા અગાઉના આંચકાઓની સરખામણીમાં વધુ શક્તિશાળી હતા.
યુએસજીએસના જણાવ્યા અનુસાર, પ્રથમ આંચકો શુક્રવારે સાંજે અંદાજે 7:00 વાગ્યે સાન લુકાસ નજીક આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ હતી. ત્યારબાદ શનિવારે સવારે અંદાજે 5:00 વાગ્યે હેચ હેચી જળાશય (Hetch Hetchy Reservoir)થી 16 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં 3.0ની તીવ્રતાનો બીજો ભૂકંપ અનુભવાયો હતો. આ બંને ઘટનાઓમાં માત્ર સાન લુકાસના ભૂકંપ અંગે જ યુએસજીએસની વેબસાઈટ પર સ્થાનિક લોકો તરફથી આંચકો અનુભવાયા હોવાના અનેક રિપોર્ટ્સ નોંધાયા હતા.
ઉલ્લેખનીય છે કે કેલિફોર્નિયા અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી ભૂગર્ભીય હલચલ તેજ બની છે. બાજા કેલિફોર્નિયા સુરના દરિયાકાંઠે 5.7ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યાના થોડા જ સમય બાદ અને દક્ષિણ કેલિફોર્નિયાના દરિયાકાંઠાના શહેરોમાં ઉપરાઉપરી આંચકા આવ્યાના થોડા દિવસો પછી આ નવા આંચકા નોંધાયા છે. આ અગાઉ ગત સોમવારે વહેલી સવારે ઓરેન્જ કાઉન્ટીના કેટલાક ભાગોમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે તેના થોડા કલાકો પહેલા રવિવારે મેનહટન બીચના દરિયાકાંઠે 3.3ની તીવ્રતાના આંચકાએ ધરા ધ્રૂજાવી હતી.
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
