News of Thursday, 14th May 2026
બેઇજિંગમાં એલોન મસ્કનો ‘દેશી પ્રવાસી’ અવતાર: ટ્રમ્પ અને શી જિનપિંગની ગંભીર મુલાકાત વચ્ચે મસ્ક ફોન લઈને ગોળ-ગોળ ફરતા વાયરલ, વીડિયો જોઈ લોકોએ કહ્યું- "આ તો નાનું બાળક છે!" : જુઓ વિડીયો
હાઈ-પ્રોફાઈલ ડિપ્લોમેટિક ઈવેન્ટમાં મસ્કની મસ્તી: ચીની પરિચારિકા સામે વિચિત્ર હાવભાવ અને ૩૬૦-ડીગ્રી વીડિયો શૂટિંગે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, ટિમ કૂક સાથેની તસવીરો પણ ટ્રેન્ડમાં

Uno que esta disfrutando el viaje a china es el elon musk
— ElBuni (@therealbuni) May 14, 2026
(Míralo al pibe bessnet ahi al lado) pic.twitter.com/34l1El9qdx
બેઇજિંગ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત જેટલી રાજદ્વારી રીતે મહત્વની છે, તેટલી જ તે એલોન મસ્કની હરકતોને કારણે મનોરંજક બની રહી છે. બેઇજિંગમાં આયોજિત એક અત્યંત ગંભીર અને હાઈ-પ્રોફાઈલ રાજદ્વારી કાર્યક્રમમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક કોઈ સામાન્ય પ્રવાસીની જેમ વર્તતા જોવા મળ્યા હતા. જ્યારે ટ્રમ્પ અને શી જિનપિંગ ઔપચારિક મુલાકાત માટે તૈયારી કરી રહ્યા હતા, ત્યારે મસ્ક પોતાનો સ્માર્ટફોન કાઢીને કાર્યક્રમ સ્થળનો ૩૬૦-ડીગ્રી વીડિયો શૂટ કરવા માટે ધીમે-ધીમે ગોળ ફરી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર ફેન્સ થયા લોટપોટ
મસ્કની આ ‘બાળક જેવી’ નિર્દોષતા અને ઉત્સાહના વીડિયો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગયા છે. નેટીઝન્સ આ વીડિયો પર રમુજી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "હું કલ્પના કરી શકું છું કે બંને દેશોની ગુપ્તચર એજન્સીઓ એકબીજાના કમ્યુનિકેશન હેક કરી રહી હશે અને મસ્ક અહીં વીડિયો બનાવવામાં મસ્ત છે!" તો બીજાએ મજાકમાં કહ્યું, "તે ચાઇનીઝને સ્કેન કરી રહ્યો છે... શું લેજન્ડ માણસ છે!" મોટાભાગના લોકો મસ્કની આટલી મોટી ઈવેન્ટમાં પણ આરામદાયક રહેવાની શૈલીના વખાણ કરી રહ્યા છે.
પરિચારિકા સામેના હાવભાવ પણ ચર્ચામાં
માત્ર વીડિયો જ નહીં, મસ્કની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ છે જેમાં તે વિચિત્ર અને એનિમેટેડ ચહેરાના હાવભાવ કરતા દેખાય છે. એક તસવીરમાં એપલના સીઈઓ ટિમ કૂકની હાજરીમાં મસ્ક એક ચીની પરિચારિકા (હોસ્ટેસ) સામે જોઈને રમુજી મોઢું બગાડતા અથવા આંખના હાવભાવ કરતા જોવા મળ્યા હતા. ટિમ કૂક ગંભીર દેખાતા હતા જ્યારે મસ્ક પોતાની જ મસ્તીમાં હતા. લોકો કહી રહ્યા છે કે, આ ફોટો સાબિત કરે છે કે વિશ્વનો સૌથી ધનિક માણસ હોવા છતાં પણ વ્યક્તિ મજાકિયા હોઈ શકે છે.
ટ્રમ્પના ‘ખાસ મંડળ’ના સભ્ય તરીકે ચીનમાં દબદબો
એલોન મસ્ક માત્ર એક બિઝનેસમેન તરીકે નહીં, પણ ટ્રમ્પના મંડળના એક મહત્વપૂર્ણ સભ્ય તરીકે ચીન પહોંચ્યા છે. ચીનમાં ટેસ્લાનો મોટો પ્લાન્ટ હોવાને કારણે પણ મસ્ક માટે આ મુલાકાત આર્થિક રીતે મહત્વની છે. જોકે, તેમની આ મસ્તીએ ગંભીર રાજદ્વારી વાતાવરણમાં હળવાશ લાવી દીધી છે. ટેક જાયન્ટ્સ અને રાજકારણીઓ વચ્ચે મસ્કની આ ‘અનફિલ્ટર્ડ’ પળો અત્યારે ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થઈ રહેલા ટોપિક્સમાંની એક છે.
JUST IN: Elon Musk & Apple $AAPL CEO Tim Cook at China's state dinner. pic.twitter.com/GI8T0bVaMy
— Watcher.Guru (@WatcherGuru) May 14, 2026
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
