News of Wednesday, 15th April 2026
બિહારમાં ‘સમ્રાટ' તિલકઃ નીતિશ યુગનો અંત અને ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીનો રાજ્યાભિષેક
નવી સરકારમાં માત્ર મુખ્યમંત્રી જ નહીં, પણ ડેપ્યુટી સીએમ તરીકે જેડીયુ (JD-U) ના વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવે પણ શપથ લીધા

પટણા, તા.૧૫: બિહારના રાજકારણમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. વર્ષો સુધી જેમના ઈશારે સત્તાના સમીકરણો બદલાતા હતા તેવા નીતિશ કુમારે રાજ્યસભામાં જવાનો નિર્ણય લેતા, બિહારની કમાન હવે ભાજપના કદાવર નેતા સમ્રાટ ચૌધરીના હાથમાં સોંપવામાં આવી છે. આજે પટનાના લોક ભવન ખાતે આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવળત્ત) સૈયદ અતા હસનૈને સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ ૭૫ વર્ષના ઈતિહાસમાં બિહારને પ્રથમવાર ભાજપના મુખ્યમંત્રી મળ્યા છે, જે પક્ષ માટે એક ઐતિહાસિક સિદ્ધિ સમાન છે.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
