<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

યુપીઆઇ પીન નાખવાથી ટ્રાન્‍ઝેક્‍શનને ગ્રાહકની મંજૂરી સાબિત થતી નથી

તેલંગણા ગ્રાહક વિવાદ નિવારણ આયોગનો મહત્ત્વપૂર્ણ ચુકાદોઃ આયોગે SBIને મોટો ઝટકો આપ્‍યો : એક મહિલાના ખાતામાંથી UPI ફ્રોડ દ્વારા રૂ. ૫૫,૦૦૦ ઉપડી ગયા હતા. આયોગે બેંકને તે રકમ, વળતરના રૂ. ૨૦,૦૦૦ અને કેસ ખર્ચના રૂ. ૧૦,૦૦૦ મળીને કુલ રૂ. ૮૫,૦૦૦ ચૂકવવાનો આદેશ આપ્‍યો

નવી દિલ્‍હી,તા.૨૦: તેલંગણાનાં રાજ્‍ય ગ્રાહક વિવાદ નિવારણ આયોગે એક મહત્ત્વપૂર્ણ આદેશમાં જણાવ્‍યું હતું કે ફક્‍ત યુપીઆઇ પિન અથવા ઓથેન્‍ટિકેશન પ્રક્રિયા પૂર્ણ થવાથી એ સાબિત થતું નથી કે ગ્રાહકે પોતે ટ્રાન્‍ઝેકશનને મંજૂરી આપી હતી.

એક મહિલાનાં ખાતામાંથી યુપીઆઇ ફ્રોડથી ઉપાડી લેવામાં આવેલા ૫૫૦૦૦ રૂપિયા પરત આપવાનો આદેશ એસબીઆઇને આપ્‍યો છે. આ સાથે જ બેંકને સેવામાં બેદરકારી માટે ૨૦,૦૦૦ રૂપિયા વળતર અને કેસનાં ખર્ચ પેટે ૧૦,૦૦૦ રૂપિયા પણ આપવા પડશે. એટલે કે બેંકને કુલ ૮૫૦૦૦ રૂપિયા ચુકવવા પડશે.

આ કેસ ડિજિટલ બેકિગમાં ફ્રોડ થવા પર ગ્રાહકોનાં અધિકાર અને બેંકની જવાબદારી સમજવાનાં દ્રષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ છે.

આ કેસ તેલંગણાની ૪૪ વર્ષીય મહિલાનાં બેંક ખાતા સાથે સંકળાયેલ છે. મહિલા અનુસાર ૩ નવેમ્‍બર, ૨૦૨૨નાં રોજ તેના ખાતામાંથી યુપીએ દ્વારા ૫૫૦૦૦ રૂપિયા ઉપાડવામાં આવ્‍યા હતાં.

મહિલાએ દાવો કર્યો હતો કે તેમણે પોતે આ ટ્રાન્‍ઝેકશન કર્યો ન હતો અને અન્‍ય કોઇ વ્‍યકિતને નાણા ટ્રાન્‍સફર કરવાની મંજૂરી આપી ન હતી. મહિલાએ એ પણ જણાવ્‍યું હતું કે તેંમણે અન્‍ય કોઇને પણ પોતાનો બેકિગ પાસવર્ડ અથવા ગુપ્ત માહિતી શેર કરી ન હતી.

ખાતામાંથી નાણા કપાયા પછી મહિલાએ આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને તેની ફરિયાદ દાખલ કરાવવાનાં પ્રયત્‍નો કર્યા હતાં. આમ છતાં તેમને બેંકમાંથી રકમ પરત મળી ન હતી. ત્‍યારબાદ આ કેસ તેલંગણાનાં રાજ્‍ય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ સુધી પહોંચી ગયો હતો.

મહિલાએ ગેરકાયદે ટ્રાન્‍ઝેકશન પછી ૬ નવેમ્‍બર, ૨૦૨૨નાં રોજ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિગ પોર્ટલ પર ફરિયાદ દાખલ કરાવી હતી. ત્‍યારબાદ બીજા દિવસે એટલે કે ૭ નવેમ્‍બર, ૨૦૨૬નાં રોજ એસબીઆઇની સંબધિત શાખામાં પણ મહિલાએ ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં ૩૧ ડિસેમ્‍બર, ૨૦૨૪નાં રોજ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.

(10:22 AM IST)