<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

યુક્રેનને યુદ્ધ અને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા યુરોપિયન સંઘની ૪૫ અબજ યુરોની નવી લોન દરખાસ્ત

રશિયા વળતર ચૂકવે ત્યારબાદ જ આલુન પરત કરવી પડશે

બ્રસેલ્સ: રશિયા સાથેના લાંબા યુદ્ધ વચ્ચે યુક્રેનની આર્થિક અને લશ્કરી જરૂરિયાતો પૂરી કરવા યુરોપિયન કમિશને ૨૦૨૭ માટે ૪૫ અબજ યુરોની નવી લોન આપવાની દરખાસ્ત રજૂ કરી છે. 

યુરોપિયન કમિશનનાં પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું કે યુક્રેનને યુદ્ધમાં થયેલા નુકસાન બદલ રશિયા વળતર ચૂકવે ત્યારબાદ જ લોનની મૂળ રકમ પરત કરવાની રહેશે. 

દરખાસ્ત મુજબ ૨૫ અબજ યુરો સુધીની રકમ લશ્કરી સહાય અને ૨૦ અબજ યુરો સરકારી ખર્ચ માટે વાપરી શકાશે. યુક્રેનને આગામી વર્ષે અંદાજે ૭૦ અબજ યુરોની નાણાકીય જરૂરિયાત છે. 

યુરોપિયન સંઘ આંતરરાષ્ટ્રીય બજારમાંથી નાણાં એકત્ર કરશે. જોકે આ દરખાસ્તને સભ્ય દેશોની મંજૂરી મળવાની બાકી છે.

(10:49 PM IST)