તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Monday, 22nd June 2026
ફલેટનો કબજો લીધા પછી પણ ફલેટ ખરીદનારો મોડી ડિલિવરી માટે વળતરનો દાવો કરી શકે છેઃ સુપ્રીમ કોર્ટ
ફલેટનો કબજો સ્વીકારવાથી વિલંબથી ઉદ્વવતા દાવાઓ આપમેળે સમાપ્ત થતા નથી

મુંબઈ,તા.૨૨: ફલેટના માલિકના અધિકારોના મુદ્દે સુપ્રીમ કોર્ટે એક અસાધારણ ચુકાદો આપતાં જણાવ્યું હતું કે ફલેટનો કબજો લીધા બાદ પણ ફલેટ ખરીદનારો મોડી ડિલિવરી માટે વળતરનો દાવો કરી શકે છે. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે ફલેટનો કબજો સ્વીકારવાથી વિલંબથી ઉદ્વવતા દાવાઓ આપમેળે સમાપ્ત થતા નથી. નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC)એ એક અરજી ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ફરિયાદી જ્યારે ફલેટનો કબજો મેળવી લે છે પછી તે ગ્રાહક રહેતો નથી.
ફલેટધારક કબજા પછી પણ ફલેટની વિલંબિત ડિલિવરી માટે વળતર માગી શકે છે. બેન્ચે નોંધ્યું હતું કે શું ખરેખર વિલંબ થયો હતો, એના માટે કોણ જવાબદાર હતું અને વળતરની ખાતરી છે કે કેમ એ મુદ્દાઓ પર યોગ્યતાના આધારે નિર્ણય લેવાની જરૂર છે.
આ ચુકાદો ટી.કે.એ. પદમનાભન વિરુદ્ધ અભિયાન કો-ઑપરેટિવ ગ્રુપ હાઉસિગ સોસાયટી લિમિટેડના કેસમાં આવ્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ વી. મોહનની બનેલી બેન્ચે NCDRCના આદેશને પડકારતી અપીલની તપાસ કરી હતી અને પછી રિવિઝન અરજી ફગાવી દીધી હતી. ફઘ્ઝય્ઘ્એ ચુકાદો આપ્યો હતો કે ફલેટધારકે પહેલાં જ ફલેટનો કબજો લઈ લીધો હોવાથી હવે તે ગ્રાહક તરીકે લાયક નથી. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે ફરિયાદનો હેતુ મિલકતનો કબજો મેળવવાનો નહોતો, પરંતુ એ સમયગાળા માટે વળતર મેળવવાનો હતો જે દરમ્યાન કબજો લેવામાં વિલંબ થયો હતો. કોર્ટે કહ્યું કે આવા દાવાઓ કબજો મળ્યા પછી પણ ટકી રહે છે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
