<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

"હાઈકમાન્ડ કહેશે તો પણ માફી નહીં માગું, રાજીનામું આપવું મંજૂર છે": દલેર મહેંદી વિવાદમાં મંત્રી સુબોધ ઉનિયાલનું મોટું નિવેદન

કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલનું આક્રમક વલણ યથાવત : આ વિવાદ શાંત પડવાના બદલે વધુ વણસતો જોવા મળ્યો

ઉત્તરાખંડના કુન્જાપુરી મેળામાં જાણીતા પંજાબી ગાયક દલેર મહેંદી સાથે થયેલા સ્ટેજ વિવાદમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલનું આક્રમક વલણ યથાવત છે. આ વિવાદ શાંત પડવાના બદલે વધુ વણસતો જોવા મળી રહ્યો છે. દહેરાદૂનમાં એક કાર્યક્રમ દરમિયાન મંત્રી સુબોધ ઉનિયાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં માફી નહીં માગે અને જો તેમના પક્ષનું હાઇકમાન્ડ પણ તેમને માફી માગવા કહેશે તો તેઓ મંત્રી પદેથી રાજીનામું આપી દેશે.

 

દેહરાદૂન ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન સુબોધ ઉનિયાલે કહ્યું હતું કે, "કોઈએ મને પૂછ્યું કે જો પક્ષનું હાઈકમાન્ડ તમને માફી માગવા કહેશે તો તમે શું કરશો? તો મારો સ્પષ્ટ જવાબ હતો કે હું રાજીનામું આપવાનું પસંદ કરીશ પણ માફી નહીં માગું. કારણ કે જીવનમાં સૌથી મહત્વની બાબત સેલ્ફ-રિસ્પેક્ટ (આત્મસન્માન) છે." તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના આત્મસન્માન સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી.

(11:42 PM IST)