News of Wednesday, 1st July 2026
રવિવારે નરેન્દ્રભાઈના સંભવિત કચ્છ પ્રવાસના પગલે કચ્છીમાડુઓમા ઉત્તેજનાઃ ભુજમાં જાહેરસભાની તૈયારી
૪ જુલાઈએ સાણંદમાં સેમી કંડક્ટર પ્લાન્ટનું ઉદ્ધાટન, ૫ જુલાઈએ ભુજમાં લોકો સાથે સંવાદ સાધે તેવી શક્યતાઃ સત્તાવાર જાહેરાત હજુ બાકી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧: દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના સંભવિત કચ્છ પ્રવાસના સમાચારે સમગ્ર કચ્છ જિલ્લામાં ઉત્તેજનાનો માહોલ સર્જ્યો છે. બિન સત્તાવાર સૂત્રો મુજબ પીએમ મોદી ૪ અને ૫ જુલાઈએ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ૪ જુલાઈ શુક્રવારે વડાપ્રધાન સાણંદ ખાતે નિર્માણ પામેલા સેમી કંડક્ટર પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. ત્યારબાદ ૫ જુલાઈ રવિવારે તેઓ કચ્છ જિલ્લાના પ્રવાસે આવે તેવી પ્રબળ શક્યતા છે. જો કાર્યક્રમ નક્કી થાય તો રવિવારે પીએમ મોદી ભુજ ખાતે વિશાળ જાહેરસભાને સંબોધી લોકો સાથે સીધો સંવાદ સાધે તેવું આયોજન ગોઠવાઈ રહ્યું છે. આ માટે ભુજમાં તખ્તાની ગોઠવણી પણ શરૂ કરી દેવામાં આવી છે.
જોકે PMO કે રાજ્ય સરકાર તરફથી વડાપ્રધાનના કાર્યક્રમ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બિન સત્તાવાર રીતે મળી રહેલી વિગતો મુજબ બીજા દિવસે કચ્છ પ્રવાસ યોજાય તેવી પૂરેપૂરી સંભાવના છે. વડાપ્રધાનના આગમનના સમાચાર વહેતા થતા જ ભુજ સહિત સમગ્ર કચ્છમાં ભાજપ કાર્યકરો અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
